AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
1.25 લાખ ખેડૂતોના ખાતામાં 208 કરોડ રૂપિયા જમા, બાકી ના મળશે જલ્દી !
કૃષિ વાર્તાન્યૂઝ18
1.25 લાખ ખેડૂતોના ખાતામાં 208 કરોડ રૂપિયા જમા, બાકી ના મળશે જલ્દી !
👉આ વર્ષે ચોમાસા દરમ્યાન સુકા મલક કચ્છમાં 270 ટકા જેટલા ઐતિહાસીક વરસાદ નોંધાયો હતો. જેના કારણે કચ્છના ખેડૂતોના મોટાભાગનો તમામ પાક નિષ્ફળ ગયો હતો. સરકારે ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી હતી. સર્વે કરાયા બાદ 1લી ઓકટોબરથી 30 ઓકટોબર સુધી ઓનલાઈન પોર્ટલ મારફતે કચ્છના 1.53 લાખ જેટલા ખેડૂતોએ પાક નુકશાનીના વળતર માટે ઓનલાઈન અરજી કરી હતી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 બે હેકટરની મર્યાદામાં 20 હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મળવા પાત્ર હતી. અરજીઓ થયા બાદ ડીબીટીના માધ્યમથી સરકાર દ્વારા કચ્છના 1.25 લાખ ખેડૂતોના ખાતામાં 208 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. 👉 આ અંગે ખેતીવાડી અધિકારી, દિનેશ મેળાત, જણાવ્યું હતું કે, બાકી રહેલા ખેડૂતોના એકાઉન્ટ નંબરમાં વિસંગતતા જોવા મળી છે. દેના બેંક, બેન્ક ઓફ બરોડામાં મર્જ થયા બાદ હવે એકાઉન્ટ નંબર બદલાઇ ગયા છે. બેન્ક અને ખેડૂતો પાસેથી નવા એકાઉન્ટ નંબર મેળવવાની કામગીરી ચાલી રહી છે અને આગામી ટુંક સમયમાં બાકી રહેલા ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા સહાયની રકમ જમા કરાવી દેવામાં આવશે. મહત્વનું છે કે, આ યોજનામાં પાક વીમામાં ફેરફાર છે. પાક વીમામાં જે પ્રીમિયમ ભરે તેને જ લાગુ પડતી હતી. પરંતુ કિસાન સહાય યોજનામાં ગુજરાતના તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે. પ્રીમિયમ ભરવાનું છે જ નહિ. ખરીફ પાકમાં તકલીફ પડશે તેને યોજનાનો લોભ મળશે. ભૂતકાળમાં આદિવાસી ખેડૂતનો લાભ મળતો ન હતો. પણ આ યોજનામાં તેને પણ લાભ મળશે. ખેડૂતોને ઝીરો પ્રીમિયમ હશે. યોજનામાં અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને માવઠાની નુકસાનીને આવરી લેવામાં આવ્યું છે. નાના મોટા તમામ ખેડૂતોને યોજનામાં આવરી લેવાયા છે. મહત્તમ 4 હેક્ટર સુધીની સહાય ચૂકવાશે. 33 ટકાથી 60 ટકા સુધીનું નુકસાન હશે તો હેક્ટરે 20 હજાર રૂપિયા ચૂકવાશે. 60 હજાર ઉપર હશે તો 25 હજારની રકમ મળશે.
સંદર્ભ : ન્યુઝ 18, આપેલ સમાચાર માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરી માહિતગાર કરો.
40
10