AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
10,000 ભરીને મેળવો 16 લાખ રૂપિયા, જાણો જોરદાર સ્કીમ વિશે !
સમાચારએગ્રોસ્ટાર
10,000 ભરીને મેળવો 16 લાખ રૂપિયા, જાણો જોરદાર સ્કીમ વિશે !
📢 પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાનો લાભ લાખો લોકો લઈ રહ્યા છે. આ યોજના ઓછું જોખમ અને વધુ વળતર ઇચ્છતા રોકાણકારો માટે સારો વિકલ્પ છે. આ યોજનામાં રિસ્ક ફેક્ટર એકદમ ઓછું છે અને રિટર્ન ઊંચું મળે છે. પોસ્ટ ઓફિસની આ સ્કીમને પોસ્ટ ઓફિસ રિકરીંગ ડિપોઝિટ કહેવામાં આવે છે. 📢 પોસ્ટ ઓફિસ રિકરીંગ ડિપોઝિટ એ સરકારની ગેરંટી યોજના છે. જેમાં વ્યાજ વધુ મળે છે અને નાની રકમ પણ હપ્તે હપ્તે જમા કરી શકાય છે. રોકાણકાર તેમાં માત્ર ₹100 જેટલી રકમનું રોકાણ પણ કરી શકે છે. બીજી તરફ તેમાં રોકાણ કરવાની કોઈ મહત્તમ લિમિટ નથી. તમે ક્ષમતા મુજબ વધુમાં વધુ રોકાણ કરી શકો છો. 📢 આ યોજનામાં ખાતું પાંચ વર્ષ માટે ખોલવામાં આવે છે. જો કે, બેંકો છ મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ માટે રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટની સુવિધા આપે છે. તેમાં જમા નાણાં પર વ્યાજની ગણતરી દર ત્રિમાસિક ગાળા (વાર્ષિક દરે) કરવામાં આવે છે અને દરેક ક્વાર્ટરના અંતે તમારા ખાતામાં (ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત) ઉમેરવામાં આવે છે. 📢 તમે 10 વર્ષ સુધી દર મહિને પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં 10 હજાર રૂપિયાનું રોકાણ કરો તો તમને 10 વર્ષ બાદ 5.8 ટકાના વ્યાજ દરે 16 લાખ રૂપિયાથી વધુ રકમ મળશે. 📢 આ યોજનાની વધુ માહિતી માટે નજીકની પોસ્ટ ઓફિસમાં સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
45
4
અન્ય લેખો