AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
100 વીઘા જમીનમાં જૈવિક પદ્ધતિથી સજીવ ખેતી કરે છે આ મહિલા !
સ્માર્ટ ખેતીAgrostar
100 વીઘા જમીનમાં જૈવિક પદ્ધતિથી સજીવ ખેતી કરે છે આ મહિલા !
👩‍🌾 એક ગુજરાતી મહિલા ખેડૂતની વાત કરવા જઈ રહ્યા છીએ જેમનું નામ નિરુપા બહેન છે જે વેરાવદર ગામમાં રહે છે. નિરુપા બહેન વર્ષ 2011 થી સજીવ ખેતી કરે છે. નિરૂપા બહેન કહે છે કે હું એકલી સજીવ ખેતી કરવા નથી માંગતી મારી ઈચ્છા છે કે મારી સાથે દરેક ખેડૂત આ ખેતી અપનાવે. નિરુપા બહેન 100 વીઘા જમીનમાં જૈવિક પદ્ધતિથી સજીવ ખેતી કરી રહ્યા છે. આજ કાલ સમગ્ર વિશ્વમાં રાસાયણીક પદાર્થોનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવી રહી છે જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. 👩‍🌾 આખા ગુજરાતમાં મોટા ભાગે રાસાયણિક ખેતી થાય છે અને તમને બધાને ખબર જ હશે કે રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરીને જે ખેતપેદાશોનું સેવન કરવામાં આવે છે તે કેટલા હાનિકારક હોય છે ખેત પેદાશોમાં જો શાકભાજીની વાત કરીયે તો તેને પકવવા માટે ખેડૂતો ભરપૂર માત્રામાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને પકવી રહ્યા છે જે શાકભાજી શરીર માટે ખુબજ હાનિકારક છે. 👩‍🌾 સારું વાવો અને સારું ખાઓ સજીવ ખેતી કરવા પાછળનો નિરૂપા બહેનનો એક જ ધ્યેય છે કે સારું વાવો અને સારું ખાઓ. આપણે બધા તો સારું જ ઉગાડીએ છીએ અને બધું સારું સારું તો ખાઈએ છીએ. પણ નિરુપા બહેન માટે આ વાત સાવ અલગ છે. માત્ર દેખાવમાં સારા દેખાતા શાકભાજી અને ફળો આપણા શરીરને સારા નથી બનાવતા, પણ એ શાકભાજી ઉગાડતા સમયે તેમાં કેવા પ્રકારનું ખાતર વપરાયું છે તે આધારે નક્કી થાય છે કે આપણે તંદુરસ્ત છીએ કે નહિ. 🏅 ગાંધી મિત્ર" એવોર્ડથી સન્માનિત નિરુપા બહેન જણાવે છે કે 2011 થી લઇ આજની તારીખ સુધીમાં હું ઘણા બધા ગામડાઓમાં ફરી છું, ઘણા ખેડૂતોને મળું છું અને સજીવ ખેતી વિશે ઘણી બધી વાતો પણ કરું છું. એક ઘટના સમગ્ર દુનિયામાં એ પણ બની રહી છે કે અત્યારે દરેક લોકો ગ્લોબલ વોર્મિંગની વાતો કરી રહ્યા છે, પણ ખેતીનું પણ તેમાં ઘણું યોગદાન રહ્યું છે. જે વાતાવરણમાં બદલાવ આપણે સૌ જોઈ રહ્યા છીએ, તેમાં એક ફાળો જૈવિક કાર્બનનો પણ રહ્યો છે. આ વાત મને સમજતા મને થયું કે આપણી કુદરતની જે આ સાયકલમાં આપણે હાની પહોંચાડી રહ્યા છે તેને કઈ રીતે બરોબર કરી શકીએ? આ પ્રશ્ન ઘણો મોટો થઇ ગયો છે, એટલે ક્યાંક તો શરૂઆત થવી જોઈએ. એટલે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે થઇને આ ખેતી ઘણો મોટો ટેકો આપશે. વિચાર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતો "ગાંધી મિત્ર" એવોર્ડ પણ નિરૂપા બહેનને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલી મળેલ છે અને તેઓ અનુબંધ નામની એક સંસ્થા પણ સ્થાપી છે. 👩‍🌾 સુરેન્દ્રનગર જિલ્લામાં કરી રહ્યા છે ખેતી અખબારોમાં પેમ્ફલેટ નાખીને તેમણે અનુબંધના ઉમદા, જરૃરી અને ઉપયોગી પ્રયોજનની વાત લોકો સુધી પહોંચાડી છે. તેમણે પોતાના ગામમાં દસ મહિલાઓનું અને સુરેન્દ્રનગરમાં દસ મહિલાઓનું જૂથ ઊભું કર્યું છે. સજીવ ખેતીનાં ઉત્પાદનો કોઈ પણ પ્રકારના વચેટિયા વિના સીધાં ગ્રાહકો સુધી પહોંચે તેવો તેઓ પ્રયાસ કરી રહ્યાં છે. અને તેમના મોટા ભાગના સુરેન્દ્રનગરમાં ગ્રાહકો છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Agrostar આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો. "
5
0
અન્ય લેખો