યોજના અને સબસીડીVTV ન્યૂઝ
10 વર્ષ સુધી કરો 10 હજારની બચત અને મેળવો 16 લાખ રિટર્ન !
👉 બચત કરવા માટે પોસ્ટ ઓફિસની સ્કીમ છે ખાસ વિકલ્પ 👉 10 હજારના રોકાણ પર આ રીતે મળશે 16 લાખથી વધારે રૂપિયા 👉 ઓછા રૂપિયાથી પણ શરૂ કરી શકાશે આરડી સ્કીમમાં રોકાણ 👉 દેશમાં મોટાભાગના પરિવાર જોખમ વિના કે ઓછામાં ઓછા જોખમના વિકલ્પમાં રૂપિયા રોકવા ઈચ્છે છે. કોરોના મહામારીમાં હાલની સ્થિતિમાં લોકો સુરક્ષિત વિકલ્પ પસંદ કરી રહ્યા છે. જો તમે સુરક્ષિત વિકલ્પની શોધમાં છો તો પોસ્ટ ઓફિસની અનેક બચત યોજનાઓ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આવી જ પોસ્ટ ઓફિસની સ્કીમ છે રિકરિંગ ડિપોઝિટ. તેમાં રોકાણકાર વધારે રિટર્ન મેળવી શકે છે. ઓછા રૂપિયાથી આરડી સ્કીમમાં રોકાણ 👉 પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ સ્કીમની મદદથી તમે ઓછા ખર્ચમાં રોકાણની શરૂઆત કરી શકો છો. આ સિવાય આ સ્કીમમાં તમે રૂપિયાને સુરક્ષિત રાખી શકો છો. તેમાંતમે 100 રૂપિયા મહિનાથી રોકાણ શરૂ કરી શકો છો. રોકાણની વધારે રકમની કોઈ સીમા નથી. તમે ઈચ્છો તેટલું રોકાણ કરી શકો છો. પોસ્ટ ઓફિસ આરડી ડિપોઝિટ એકાઉન્ટ સારા વ્યાજ સાથે નાની રકમ જમા કરવાની સરકારની ગેરેંટી યોજના છે. સ્કીમ : 👉 પોસ્ટ ઓફિસમાં આરડી એકાઉન્ટ 5 વર્ષ માટે ખોલવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછા સમય માટે રોકાણ કરાશે નહીં. વાર્ષિક વ્યાજ દર પર દર ત્રણ મહિને જમા કરાયેલા રૂપિયા પર વ્યાજની ગણતરી કરાય છે. તેને દર ત્રણ મહિનાના અંતમાં એકાઉન્ટમાં ચક્રવૃદ્ધિ વ્યાજની સાથે જોડવામાં આવે છે.ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ અનુસાર આરડી પર હાલમાં 5.8 ટકા વ્યાજ મળે છે. કેન્દ્ર સરકાર આ ત્રિમાસિકમાં પોતાના સ્મોલ સેવિંગ સ્કીમ્સમાં વ્યાજ દરની જાહેરાત કરે છે. 10 હજાર થી 16 હજાર નો લાભ ! 👉 જો તમે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં 10 વર્ષ માટે દર મહિને 10 હજારનું રોકાણ કરો છો તો મેચ્યોરિટી સમયે તમને 16,26,476 લાખ રૂપિયા મળે છે. આ સમયે તમે આરડીની રકમ ભરતા નથી તો તમને દંડ પણ લાગે છે. હપ્તો મોડો થવા માટે દર મહિને 1 ટકા દંડ ભરવાનો રહેશે. આ સિવાય જો તમે સતત 4 હપ્તા ભર્યા નથી તો તમારું એકાઉન્ટ બંધ થશે. તેને 2 મહિના બાદ ફરીથી ચાલુ કરાવી શકાશે. 👉 સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
10
9
સંબંધિત લેખ