AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
10 માં હપ્તા ની સાથે મળશે 3 અન્ય લાભ, જાણો અને મેળવો ફાયદો !
કૃષિ વાર્તાGSTV
10 માં હપ્તા ની સાથે મળશે 3 અન્ય લાભ, જાણો અને મેળવો ફાયદો !
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, આગામી હપ્તાના રૂપિયા ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં આવવાના છે. જો ખેડૂતો દસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો 15 ડિસેમ્બરે ખાતામાં દસમા હપ્તાના પૈસા આવી જશે. પરંતુ, શું તમે જાણો છો કે આનાથી વધુ ત્રણ ફાયદા પણ મળી શકે છે… કિસાન ક્રેડિટ કાર્ડ : 👨‍🌾 હવે કિસાન ક્રેડિટ કાર્ડને પણ પીએમ કિસાન યોજના સાથે જોડવામાં આવ્યું છે. સરકાર જેમને 6000 રૂપિયા આપી રહી છે, 4 ટકાના દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવા માંગે છે. પીએમ કિસાન માનધન યોજના : 👨‍🌾 જો કોઈ ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યો છે, તો તેણે પીએમ કિસાન માનધન યોજના માટે કોઈ ડોક્યુમેન્ટ આપવાના રહેશે નહીં. કારણ કે આવા ખેડૂતના સંપૂર્ણ ડોક્યુમેન્ટ ભારત સરકાર પાસે છે. આ યોજના હેઠળ, ખેડૂતો પીએમ કિસાન યોજનામાંથી મળેલા લાભોમાંથી સીધો ફાળો આપવાનું પસંદ કરી શકે છે. આ રીતે તેણે પોતાના ખિસ્સામાંથી સીધા પૈસા ખર્ચવા પડશે નહીં. 6000 રૂપિયામાંથી તેનું પ્રીમિયમ કપાશે. કિસાન કાર્ડ બનાવવાનો છે પ્લાન : 👨‍🌾 મોદી સરકાર પીએમ કિસાન યોજનાના ડેટાના આધારે ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી બનાવવાની તૈયારી કરી રહી છે. આ ઓળખ કાર્ડને પીએમ કિસાન અને રાજ્યો દ્વારા બનાવવામાં આવતા લેન્ડ રેકોર્ડ ડેટાબેઝ સાથે લિંક કરીને આ ઓળખ પત્ર બનાવવાની યોજના છે. આ પછી, ખેડૂતો સુધી કૃષિ સંબંધિત યોજનાઓ પહોંચવામાં સરળતા રહેશે. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
91
15
અન્ય લેખો