AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
10 પાસ માટે વગર પરીક્ષાએ આવી ભરતી, જલ્દી કરો અરજી !
નોકરીGSTV
10 પાસ માટે વગર પરીક્ષાએ આવી ભરતી, જલ્દી કરો અરજી !
🛡️ પૂર્વ મધ્ય રેલવેએ ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે કુલ 2206 જગ્યાઓ બહાર પાડી છે. આ નિમણૂકો ફિટર, વેલ્ડર, ટર્નર, સુથાર, પેઇન્ટર, મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, વાયરમેન, રેફ્રિજરેશન અને એસી મિકેનિક સહિતના ઘણા ટ્રેડ માટે કરવામાં આવશે. 🛡️ અરજી કરવાની છેલ્લી તારીખ 5 નવેમ્બર 2021 છે. એપ્રેન્ટિસની આ ભરતી માટે કોઇ પરીક્ષા અને ઇન્ટરવ્યુ નહીં હોય. આ ભરતી ધોરણ 10 અને ITI કોર્સમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. બંને ગુણને સમાન વજન આપવામાં આવશે. આ ગુણના આધારે મેરિટ બનાવવામાં આવશે. આ મેરિટના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો rrcecr.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. 🛡️ લાયકાત: માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10 પાસ અને પોસ્ટ સાથે સંબંધિત ટ્રેડમાં ITI પ્રમાણપત્ર (NCVT દ્વારા માન્ય). 🛡️ ઉંમર મર્યાદા: ન્યૂનતમ 15 અને મહત્તમ 24 વર્ષ. ઉચ્ચ વય મર્યાદામાં OBC કેટેગરી માટે ત્રણ વર્ષ, SC/ST કેટેગરીના ઉમેદવારો માટે પાંચ વર્ષ અને શારીરિક વિકલાંગો માટે 10 વર્ષ રાહત રહેશે. સ્ટાઇપેન્ડ: નિયમો મુજબ આપવામાં આવશે. 🛡️ અરજી ફી – સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ રૂ .100 ની અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે એસસી, એસટી અને મહિલા ઉમેદવારોએ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. 🛡️ એમ્પ્લોયર, તાલીમ પૂર્ણ થયા પછી કોઈપણ તાલીમાર્થીને નોકરી આપવા માટે બંધાયેલા નથી, ન તો તાલીમાર્થી એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતા કોઈપણ રોજગાર સ્વીકારવા માટે બંધાયેલા રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
3
2