AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
1 એકર જમીન માંથી 2 લાખ ની કમાણી
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
1 એકર જમીન માંથી 2 લાખ ની કમાણી
🪷પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરીના રોજ સોમવારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે જ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. તમે જોયું હશે કે, પૂજા દરમિયાન પીએમ મોદીએ હાથમાં કમળનું ફૂલ લીધું હતું. કમળના ફૂલોનું પૂજા વિધિમાં ખાસ મહત્વ છે. આ 🪷ફૂલ જેટલું સુંદર હોય છે, તેટલું જ વધારે તેનું ધાર્મિક મહત્વ પણ છે. દેશમાં પૂરા વર્ષ કંઈક ને કંઈક ધાર્મિક આયોજ થતા જ રહે છે અને કમળની માંગ પણ કાયમ રહે છે. તમે આ અવસરનો ફાયદો ઉઠાવીને લાખોની કમાણી કરી શકો છો. 🪷વાસ્તવમાં, કમળની ખેતીમાં તમને ખર્ચ કરતા 8 ગણો નફો થઈ શકે છે. જરૂરી નથી કે, તમે કમળની ખેતી કરવા માટે તળાવ બનાવો. આજકાલ🪷 સમતલ જમીન પર પણ કમળની ખેતી થવા લાગી છે. આ માટે તમારે વધારે ભરતી કરવાની જરૂર નહીં પડે અને નાની રકમનું રોકાણ કરીને 8 ગણો નફો કમાઈ શકો છો. 🪷કેવી રીતે કરવી ખેતી- જો તમારી પાસે તળાવ છે, તો સારી વાત છે. પરંતુ જો નથી તો તમે ખેતરમાં જ કમળ ઉગાડવાની શરૂઆત કરી શકો છો. આ માટે સૌપ્રથમ ખેતરની માટી🪷 ખેડીને તેનો ભૂકો કરી લો. હવે તેને સમતલ કરી લો અને પછી આમાં કમળના બીજ વાવો. બીજ નાખ્યા બાદ તમારે 2 મહિના સુધી સતત ખેતરમાં પાણી ભરીને રાખવું પડશે. જેથી ભેજ અને કાદવ રહે જેથી કમળના છોડને ઉગાડવામાં સરળતા રહે. 🪷વર્ષમાં બે પાક આરામથી મળશે એવું નથી કે, કમળની ખેતી કોઈ ખાસ સિઝનમાં કરી શકાય છે. એકવાર પાક તૈયાર થવામાં એટલે કે ફૂલ વિકસિત થવામાં લગભગ 5 મહિનાનો સમય લાગે છે. આ પ્રકારે તમે વર્ષભરમાં 2 વખત કમળની ખેતી કરી શકો છો. જો તમે જૂન મહિનામાં કમળના બીજ વાવો છો, તો ઓક્ટોબર સુધી તમારો પાક તૈયાર થઈ જશે. આ પ્રકારે તમે ડિસેમ્બરમાં બીજી વખત બી વાવો છો, તો મે માં ફરીથી ફૂલ તોડવા લાયક થઈ જશે. 🪷એક એકરમાં કેટલો નફો? એક એકરમાં કમળની ખેતી કરવી છે, તો લગભગ 5થી 6 હજાર છોડ વાવવા પડશે. તેના પર કુલ 25થી 30 હજાર રૂપિયા ખર્ચ આવશે. કારણ કે પાણી અને બીજ🪷 ઉપરાંત કોઈ ખાસ ખર્ચો થતો નથી. ફૂલ તૈયાર થવા પર આરામથી બજારમાં વેચાઈ જાય છે અને એક એકરમાં ફૂલોને વેચવાથી લગભગ 2 લાખ રૂપિયામાં મળે છે. તેનો અર્થ છે કે, 25 હજારની લગાવીને 2 લાખ રૂપિયાનો નફો કમાઈ શકાય છે. તમે આ નફાને હજુ પણ વધારી શકો છો. જે ખેતરમાં કમળની ખેતી કરી રહ્યા છે, તેમાં મખાના અને વોટર ચેસ્ટનટનો પાક પણ ઉગાડી શકાય છે અને તમારો નફો ત્રણ ગણો થશે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
29
2
અન્ય લેખો