કૃષિ વાર્તાVTV Gujarati News
1 ડિસેમ્બરથી તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે સરકાર !!
કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના (PM Kisan)હેઠળ તમારા અકાઉન્ટમાં ફરી 2000 રુપિયા મોકલવાની તૈયારી કરી રહી છે. પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ (Pradhan Mantri Kisan Samman Nidhi scheme)ની સાતમો હપ્તો 1 ડિસેમ્બરથી આવવાનું શરુ થઈ ગયું છે. ફક્ત 6 દિવસ પછી સરકાર તમારા ખાતમાં પૈસા ટ્રાન્ફર કરશે. આ સ્કીમ હેઠળ વર્ષના 3 હપ્તામાં 6 હજાર રુપિયા આપવામાં આવે છે. અત્યાર સુધીમં 6 હપ્તા મોકલાવી ચૂક્યા છે. ગત 23 મહિનામાં કેન્દ્ર સરકાર 11.17 કરોડો કિસાનોને સીધા 95 કરોડ રુપિયાથી વધારે મદદ કરી ચૂકી છે.
👉આ વખતે 1 કરોડ લોકોને આ સ્કીમનો લાભ નહીં મળી શકે
👉11.17 કરોડ રજિસ્ટર્ડ ખેડૂતોને આનો લાભ મળશે
👉જાણી શકો છો કે તેમને પૈસા મોકલવામાં આવ્યા કે નહીં
ઉલ્લેખનીય છે કે ઘણી વાર ખેડૂતો આ સ્કીમમાં પોતાનું રજિસ્ટ્રેશન તો કરાવી દે છે પરંતુ તેમના ખાતામાં રકમ નથી આવતી. જો તમારી સાથે પહેલે એવું થયું હોય તો તમે ફટાફટ પોતાનું નામ આ લિસ્ટમાં ચેક કરો. જો તમે સરળતાથી જાણી શકો છો કે તેમને પૈસા મોકલવામાં આવ્યા કે નહીં.
સૌથી પહેલા તમારે પીએમ કિસાન નિધિની સત્તાવાર વેબ સાઈટ pmkisan.gov.in પર જવાનું રહેશે
એ બાદ તમારે ઉપરની બાજું એ Farmers Corner દેખાશે.
તેના પર ક્લિક કરો
એ બાદ Beneficiary Status પર ક્લિક કરો
હવે તમારો આધાર નંબર, અકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો
આ પ્રોસેસ બાદ તમને ખબર પડશે કે આ લિસ્ટમાં તમારૂ નામ છે કે નહીં. આ એપથી તમે સ્ટેટસ પણ ચેક કરી શકો છો. જો તમારું નામ યાદીમાં નથી તો પીએમ કિસાન મોબાઈલ એપ આ રીતે ડાઉનલોડ કરો.
1 મોબાઈલના પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જાઓ
એ બાદ પીએમ કિસાન મોબાઈલ એપ ટાઈપ કરો
પીએમ કિસાન મોબાઈલ એપ સ્ક્રિન પર દખાશે તેને ડાઉનલોડ કરોઆ રીતે યાદીમાં નામ ન હોવાની આ નંબર પર ફરિયાદ કરો
અનેક લોકોના નામ ગત લિસ્ટમાં હતા પરંતુ નવી યાદીમાં નથી. જેની ફરિયાદ પીએમ કિસાન સન્માનની હેલ્પલાઈન નંબર પર દાખલ કરાવી શકો છો. આ માટે હેલ્પલાઈન નંબર 011-24300606 છે. આ વખતે 1 કરોડ લોકોને આ સ્કીમનો લાભ નહીં મળી શકે.
મંત્રાલયને સંપર્ક કરવા માટે આ છે નંબર
પીએમ કિસાન ટોલ ફ્રી નંબર -18001155266
પીએમ કિસાન હેલ્પલાઈન નંબર -155261
પીએમ કિસાન લેન્ડલાઈન નંબર- 011—23381092, 23382401
પીએમ કિસાનની નવી હેલ્પલાઈન- 011-24300606
પીએમ કિસાનની બીજી હેલ્પલાઈન- 0120-6025109
ઈમેઈલ આઈડી- pmkisan-ict@gov.in
ઉલ્લેખનીય છે કે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ પૈસા 3 હપ્તામાં ટ્રાન્સફર કરે છે. જેનો પહેલો હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચની વચ્ચે આવે છે. જ્યારે બીજી 1 એપ્રિલથી 31જુલાઈ અને ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બરની વચ્ચે આવે છે. 11.17 કરોડ રજિસ્ટર્ડ ખેડૂતોને આનો લાભ મળશે.
સંદર્ભ :VTV Gujarati.
આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો જોડે શેર કરો.