યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
1 વર્ષ માટે કોઈપણ ગેરેંટી વિના મળશે લોન
💷સરકારની આ એવી યોજના છે જેમાં 10,000 રૂપિયા સુધીની લોન એક વર્ષના સમયગાળા માટે કોઈપણ ગેરેંટી વિના લોકોને મળે છે. આ લોનની સમયસર ચુકવણી પર, 20,000 રૂપિયાની લોનના બીજા હપ્તાની અને 50,000 રૂપિયાની લોનના ત્રીજા હપ્તાની સુવિધા ઉપલબ્ધ થશે.કોરોનાના સમયગાળા દરમિયાન, નરેન્દ્ર મોદી સરકારે સ્ટ્રીટ વેંડરોને રાહત આપવા માટે એક યોજના શરૂ કરી હતી. આ પ્રાઈમ મિનિસ્ટર સ્ટ્રીટ વેન્ડર્સ સેલ્ફ રિલિયન્ટ ફંડ (PM સ્વનિધિ) સ્કીમ છે.
💷આ યોજનામાં 50 હજાર રૂપિયા સુધીની મળશે લોન
નાગરિકને 10,000 રૂપિયા સુધીની લોન એક વર્ષના સમયગાળા માટે કોઈપણ ગેરંટી વિના આપવામાં આવે છે. આ લોનની સમયસર ચુકવણી પર, 20,000 રૂપિયાની લોનના બીજા હપ્તાની અને 50,000 રૂપિયાની લોનના ત્રીજા હપ્તાની સુવિધા આપવામાં આવશે.
💷દર વર્ષે 7 ટકાના દરે વ્યાજ સબસિડી આપવામાં આવશે. આ રકમ 400 રૂપિયા સુધીની હશે. તે જ સમયે, દર વર્ષે ગ્રાહકને 1200 રૂપિયા સુધીનું કેશબેક મળશે. તમને જણાવી દઈએ કે દરેક ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર, કેશબેક 1 રૂપિયાથી લઈને 100 રૂપિયા પ્રતિ મહિના સુધીની છે. આનો અર્થ એ છે કે તમને એક વર્ષમાં 1200 રૂપિયાનું કેશબેક મળશે.
💷આ યોજના નો લાભ લેવા માટે અથવા વધારે માહિતી માટે https://pmsvanidhi.mohua.gov.in વેબ સાઈટ ની મુલાકાત લઈ શકો છો.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!