સમાચારન્યૂઝ18 ગુજરાતી
1 રૂપિયાનો સિક્કો ચમકાવશે નસીબ,જાણો કેવી રીતે !
આપના ઘરમાં પડેલા જૂના સામાનની ડિમાન્ડ બજારમાં એટલી વધુ છે કે આપને તેના બદલામાં મોં માંગી રકમ મળી શકે છે. જો આપની પાસે જૂના સિક્કા પડ્યા છે તો તમે કરોડપતિ બની શકો છો. મૂળે, કેટલાક લોકોને જૂનો સામાન સંભાળીને રાખવાની આદત હોય છે કે પછી તેમને શોખ હોય છે. હવે એક રૂપિયાનો આ સિક્કો આપની કિસ્મત બદલી શકે છે અને તમે ઘરે બેઠા કરોડપતિ બની શકો છો. દોઢ લાખ રૂપિયા કમાઈ શકો છો આજે અમે આપને આવા જ એક સિક્કા વિશે જણાવી રહ્યા છીએ અને કેવી રીતે એક ક્લિકથી આપને કરોડપતિ બનાવી શકે છે. ઇ-કોમર્સ સાઇટ Quickr પર મહારાણી વિક્ટોરિયા નો વર્ષ 1862નો સિક્કો વેચાઈ રહ્યો છે. આ વેબસાઇટ પર આ સિક્કો 1.5 લાખ રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યો છે. વર્ષ 1862માં બનેલો એક રૂપિયાનો ચાંદીનો સિક્કો દુર્લભ સિક્કાઓની શ્રેણીમાં આવે છે. તેનાથી તમે દોઢ લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો. જાણો કેમ ખાસ છે આ સિક્કો? નોંધનીય છે કે, ભારતમાં અનેક લોકો મહારાણી વિક્ટોરિયાના સિક્કાઓની ખરીદી કરવાનું પસંદ કરે છે. અનેક લોકો દિવાળી, અખા ત્રીજ જેવા શુભ મુહૂર્ત પર આવા સિક્કાની ખરીદી કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં અનેક સિક્કાઓને બનાવવાનું કામ બંધ થઈ ગયું છે. જેના કારણે આ સિક્કાની કિંમત ઘણી વધી ગઈ છે. આ સિક્કાને કેવી રીતે વેચી શકાય? જો આપની પાસે પણ એક રૂપિયાનો આવો દુર્લભ સિક્કો છે અને તમે તેને વેચવા માંગો છો તો આપને ઇ-કોમર્સ વેબસાઇટ Quickr પર જવું પડશે. અહીં સૌથી પહેલા આપને સાઇટ પર એક ઓનલાઇન વિક્રેતા તરીકે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. સિક્કાની એક તસવીર પર ક્લિક કરો અને તેને સાઇટ પર અપલોડ કરો. જો તમે ભાગ્યશાળી છો તો ખરીદનાર સીધો આપનો સંપર્ક કરશે. પછી તમે પેમેન્ટ અને ડિલીવરીની શરતો મુજબ આપનો સિક્કો વેચી શકો છો. 👉 સંદર્ભ : ન્યુઝ18 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો
26
8
સંબંધિત લેખ