AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
1 ની કિંમતમાં ખરીદો 2 ઇલેક્ટ્રિક સ્કૂટર !
ઓટોમોબાઈલ Zee News
1 ની કિંમતમાં ખરીદો 2 ઇલેક્ટ્રિક સ્કૂટર !
🏍️ દેશની ઇલેક્ટૃક ટૂ વ્હીલર વાહન નિર્માતા કંપની કોમાકીએ ગત વર્ષે જૂનમાં જ XGT-X1 સ્કૂટર લોન્ચ કર્યું હતું. તો બીજી તરફ કંપનીએ આ વર્ષે તેની કિંમતમાં સુધારો કર્યો છે. હવે લિથિયમ-આયન બેટરી સાથે તેની કિંમત 60,000 રૂપિયા અને ગેટ બેટરી 45,000 રૂપિયા છે. 🏍️ ફીચર્સ ટેલીસ્કોપિક શોકર્સ, રિમોટ લોક, એંટી-થેફ્ટ લોક સિસ્ટમ, સિંક્રોનાઇઝડ બ્રેકીંગ સિસ્ટમ વગેરે જેવા ફીચર્સ સામેલ છે. કોમાકી પોતાની લિથિયમ આયન બેટરી પર 2+1 (1-વર્ષની સર્વિસ વોરંટી) વર્ષ અને લેડ-એસિડ બટરી પર એક વર્ષની વોરન્ટી પણ આપી રહી છે. કંપની તરફથી XGT-X1 માં એક મોટો ટ્રંક હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ એક સ્માર્ટ ડેશબોર્ડ સાથે આવે છે. તેમાં રિમોટ ડાયગ્નોસ્ટિક્સ માટે સેન્સર પણ છે અને આ રિમોટ લોક સાથે પણ આવે છે. 🏍️ આ ઇલેક્ટ્રિક સ્કૂટર ઇકો મોડમાં 100 કિલોમીટરથી 120 કિલોમીટર સુધી રેંજ આપવામાં સક્ષમ છે જોકે તેના ખરીદદારોને વધુ પ્રભાવિત કરે છે. 🏍️ સામાન્ય રીતે Activa સ્કૂટરની કિંમત 85,000 ની આસપાસ રહે છે. પરંતુ Komaki XGT-X1 ની નવી કિંમત એટલી ઓછી છે કે ગ્રાહક એક Activa ના ખર્ચમાં 2 Komaki સ્કૂટર લઇ શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
4
અન્ય લેખો