AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 '1 કિલો ઘીના 51 હજાર રૂપિયા' ગુજરાતનો આ ખેડૂ કમાઈ રહ્યો છે કરોડો !
અતુલ્ય ભારતએગ્રોસ્ટાર
'1 કિલો ઘીના 51 હજાર રૂપિયા' ગુજરાતનો આ ખેડૂ કમાઈ રહ્યો છે કરોડો !
➡ ગોંડલથી સાત કિલોમીટર દૂર વોરા કોટડા રોડ પર આવેલી રમેશભાઈ રૂપારેલીયાની ગૌ જતન સંસ્થામાંથી રૂપિયા 3500 થી 51,000 ના ભાવે એક કિલો ઘી વેચાઈ રહ્યું છે. આજના ખેડૂતો જ્યારે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ત્યારે રમેશભાઈ રૂપારેલીયા નામના ગોંડલ પંથકના ખેડૂત પણ ગીર ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આ સાથે જ ગીર ગૌ જતન સંસ્થા નામની ગૌશાળા અને સંસ્થા ચલાવી રહ્યા છે. ઉંચી ઓલાદની ગીર ગાયોનું પાલન અહી વૈદિક શાસ્ત્રોક અને આયુર્વેદ પધ્ધતિથી કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં ગાયને પૂજનીય માનવામાં આવે છે. તેમાં પણ આપણી ગીર ગાયનું સૌથી વધુ મહત્વ છે. ➡ આજ કારણે આજે આ ગૌશાળામાંથી ઘી, દૂધ અને ગૌ આધારિત બનતી પ્રોડ્કટનો દેશમાં નહી પરંતુ આરબ અમીરાતથી લઈને અમેરિકા સુધી વિશ્વના 123 દેશમાં ડંકો વાગ્યો છે.આ સંસ્થાની ગૌશાળામાં ઘી, દૂધ અને છાશની સાથે ધૂપબતી,ચવનપ્રાશ, સાબુ, શેમ્પુ સહિતની ગાય આધારીત 170 જેટલી વસ્તુઓની સાથે 30 જેટલા ગાયના ઘીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ઓનલાઈન વેચાણ કરવામાં આવે છે. ➡ જે 51 હજારના ઘી ની વાત કરી રહ્યા છે. તે બનાવવા માટે ગાયને 34 પ્રકારની આયુર્વેદિક જડીબુટી ખોરાકમાં આપવામાં આવે છે. આ ઘી માટે આરબના શેખોથી લઈને અમેરિકા સુધીના લોકોની લાઈન લાગી છે. રમેશભાઈએ પોતાની સુજબુજથી ખેતીને ગૌ આધારિત બનાવી. આજે ખેતીની સાથે-સાથે ગીર ગાયોના દૂધમાંથી બનવી પ્રોડક્ટ વેચીને તેઓ કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે.રાજ્યના અન્ય ખેડૂતો પણ આવો માર્ગ અપનાવે તે જરૂરી બન્યું છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
28
2