કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
1 કલાકમાં 5 એકર જમીનમાં કરશે સિંચાઈ!
✅ ખેડુતોને ખેતીકામ કરવા માટે ખૂબ મહેનત કરવી પડે છે, જેમાં ઘણો સમય અને ખર્ચનો વ્યય થાય છે. ભારતમાં ખેતી માટે આધુનિક સાધનોના વધતા જતા ઉપયોગથી ખેડૂતો માટે ખેતી કરવી ઘણી સરળ બની છે. પરંતુ આજે પણ ઘણા ખેડૂતો માટે ખેતરોની સિંચાઈ એક મોટો પડકાર છે. ખેડૂતોને તેમના ખેતરોમાં સિંચાઈ કરવા માટે મજૂરી અને મોટી રકમનો ખર્ચ કરવો પડે છે.
✅ 5 એકર જમીનની સિંચાઈ સરળ બની
આધુનિક સાધનોની મદદથી ખેડૂતો માત્ર એક કલાકમાં એક જગ્યાએ ઉભા રહીને 5 એકર જમીનને સરળતાથી સિંચાઈ કરી શકે છે. આ મશીનથી ખેડૂતો માટે ખેતરની સિંચાઈ ઘણી સરળ બનશે અને તેના કારણે ખેતીના ખર્ચમાં પણ ઘટાડો થશે.
✅ 1 લીટર ડીઝલમાં 1 કલાક પિયત
આ મશીનમાં કોમ્પ્રેસર મોટર લગાવવામાં આવી છે, જે 125 હોર્સ પાવર જનરેટ કરે છે. આ મશીનમાં એક ટાંકી આપવામાં આવી છે, જેમાં 20 લીટર સુધી પાણી ભરી શકાય છે. આ મશીનનું એન્જિન ડીઝલ પર ચાલે છે અને તેની મદદથી ખેડૂતો 1 લીટર ડીઝલથી 1 કલાક સરળતાથી સિંચાઈ કરી શકે છે.આ મશીનમાં 100 ફૂટ લાંબી પાઇપ છે અને તેના છેડે સ્પ્રિંકલ મશીન છે. જેના કારણે એક જ જગ્યાએ પાણી એકસાથે પડતું નથી અને પાણી એકસરખા વરસાદની જેમ ખેતરમાં જાય છે. જેના કારણે પાણીનો બગાડ થતો નથી અને ખેતરોમાં યોગ્ય રીતે સિંચાઈ થાય છે.
✅ પાણી 200 મીટર સુધી પહોંચશે
આ મશીનમાંથી ખૂબ જ સારા પ્રેશરથી પાણી પાઈપ દ્વારા બહાર આવે છે, જેના કારણે ખેડૂતો એક જગ્યાએ ઉભા રહીને પણ સરળતાથી 200 મીટર સુધી પાણી પહોંચાડી શકે છે. તેની ઉચ્ચ હોર્સ પાવરને કારણે, પાણી વધુ ઝડપે ખેતરોમાં પહોંચે છે.
✅ પાણીના છંટકાવના મશીનની કિંમત
આ મશીનની કિંમત 1 લાખ રૂપિયા રાખવામાં આવી છે, નાના ખેડૂતો માટે એક સાથે આટલા પૈસાનું રોકાણ કરવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ 5-6 ખેડૂતો એકસાથે આ મશીન ખરીદી શકે છે. ખેડૂતો આ મશીન ખરીદવા માટે બિરસા કૃષિ યુનિવર્સિટીને ઓર્ડર આપી શકે છે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!