AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
1 લાખ નો મફત વીમો ટ્રેક્ટર ખરીદી પર સાથે લોન પણ મેળવો !
કૃષિ વાર્તાTV9 ગુજરાતી
1 લાખ નો મફત વીમો ટ્રેક્ટર ખરીદી પર સાથે લોન પણ મેળવો !
👉 કોરોનાની આ કપરી પરિસ્થિતિને જોતા મહિન્દ્રા કંપનીએ ખેડૂતો માટે એક સ્કીમ શરૂ કરી છે. જે મૂજબ ટ્રેક્ટરની ખરીદી પર 1 લાખ રૂપિયાનો આરોગ્ય વીમો મફત આપવામાં આવી રહ્યો છે. 👉 કંપનીએ તેની જાહેરાત કોવિડ રોગચાળાને ધ્યાનમાં રાખીને કરી છે. મહિન્દ્રાએ ટ્રેક્ટર ખરીદદારોને મદદ કરવા આ અભિયાન શરૂ કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે આરોગ્ય વીમાની સાથે સાથે ખેડૂતોને આર્થિક સહાય પણ આપવામાં આવશે. ખેડૂત ખેતી ખર્ચ માટે લોન લઈ શકે છે. કંપનીનું કહેવું છે કે ટ્રેક્ટરના ગ્રાહકોને બચાવવા આ પગલું લેવામાં આવ્યું છે. 👉 જો કોઈ ખેડૂતને કોરોના ચેપ લાગે છે, તો આ પૈસાથી સારવાર લેવાનું સરળ બનશે. કંપની દ્વારા આપવામાં આવતી આર્થિક સહાયથી ખેડૂત કોરોના રોગચાળામાં પણ તેના પરિવારનું રક્ષણ કરી શકે છે. ટ્રેક્ટરના ગ્રાહકોને કોવિડ -19 મેડિકલેમ પોલિસી હેઠળ 1 લાખનું હેલ્થ કવર આપવામાં આવશે. 👉 કોરોનાને કારણે તબિયત વધુ ખરાબ થાય છે, તો તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવો પડે ત્યારે તે આરોગ્ય યોજનાનો લાભ લઈ શકે છે. જો ડોકટરોએ તેને ઘરે રહેવા અને સારવાર કરાવવાનું કહ્યું, તો પણ આ યોજનાનો લાભ લઈ શકાય છે. જો પરિવારમાં કોઈની તબિયત ખરાબ હોય તો કંપની પૂર્વ મંજૂર લોન પણ આપશે. 👉 કંપની એ કહ્યુ કે, મુશ્કેલ સમયમાં અમે દેશના તમામ ખેડુતોની સાથે ઉભા છીએ, જેથી તેમનામાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય. એમ-પ્રોટેકટ દ્વારા કોવિડની ખરાબ અસર ખેડૂતો પર ઘટાડવામાં મદદ કરશે. એક રીતે આ યોજના ખેડૂતોની સેવા પણ કરશે. એવી અપેક્ષા છે કે ખેડૂતો એમ-પ્રોટેકટ યોજનાનો લાભ મેળવશે. 👉 વધુ એક યોજનાની માહિતી જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210524_GJ_SCHEME_11AM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
20
13