AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
1લી ડિસેમ્બર સુધી માવઠું રહેશે ચાલુ
હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
1લી ડિસેમ્બર સુધી માવઠું રહેશે ચાલુ
⛈️ગુજરાતીઓ સાવધાન રહેજો, કેમ કે, હજુ આજે પણ વરસાદ પડશે. પરેશ ગોસ્વામીએ માવઠા અંગે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, હજુ પણ આફતનું માવઠું ગયું નથી. આજે સાંજ સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદનો માર યથાવત રહેશે. કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ પડી શકે છે. મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી છે. રાજકોટ, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરમાં પણ આગાહી છે. ⛈️તેમણે કહ્યું કે, આજે સાંજ સુધીમાં વધારે વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્રનું બોટાદ, ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આ વિસ્તારોમાં બે ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે. દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે. હળવાથી સામાન્ય ઝાપટા ચાલુ રહેશે. ⛈️ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ પાંચ જિલ્લા એવા છે કે જ્યાં આવનારા 24 કલાક દરમિયાન ગાઢ વાદળો જોવા મળશે. સાથે જ છૂટાછવાયા હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. ⛈️29મી તારીખ પછી હવામાન ખુલ્લુ થશે. પરંતુ 29 તારીખે પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. આ સિસ્ટમ પસાર થઇ ગયા પછી પણ તેનો પાછળનો ભાગ પહેલી ડિસેમ્બરે પણ રાજ્યના કેટલાક ભાગોને પરેશાન કરી શકે છે. એટલે કે પહેલી ડિસેમ્બરે પણ વરસાદની શક્યતા જોઇ શકાય છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
25
0
અન્ય લેખો