હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
1થી 5 ડિસેમ્બરમાં ફરી પલટાશે હવામાન!
☁️રાજ્યમાં ભરશિયાળે ત્રાટકેલા ઘાતકી માવઠાને લીધે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. કરા સાથે પડેલા વરસાદ અને ભારે પવનને લીધે ખૂબ નુકસાન થયું છે. ખાસ કરીને, પાકને થયેલા નુકસાનને પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. બીજી બાજુ, માવઠાના માર બાદ હવે કાતિલ ઠંડી કહેર વર્તાવશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગામી સમયમાં રાજ્યના હવામાનને લઇને મોટી આગાહી કરી છે. તેમણે આગામી સમયમાં હવામાનમાં આવનારા પલટા અને માવઠા અંગે આગાહી કરી છે. ચાલો, જોઇએ આગામી સમયમાં કઇ-કઇ તારીખોમાં સાચવવું પડશે?
☁️આજે બપોર સુધી અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઘણી જગ્યાએ આકાશ ખુલ્લું જોવા મળશે અને તડકો નીકળી જશે. પરંતુ હજુ ઘણા વિસ્તારો એવા છે જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. એક મોટી સિસ્ટમ આપણા પરથી પસાર થઇ છે જેના કારણે છૂટાછવાયા એકલ દોકલ જગ્યાએ છાંટા કે ઝાપટા પડી શકે છે. જોકે, હવે કોઇ મોટું માવઠું થાય કે નુકસાન થાય
☁️તેમણે કહ્યું કે, સાથે જ હાલ તાપમાન ઘણું નીચું આવી ચૂક્યું છે. લગભગ 5થી 6 ડિગ્રી જેટલું તાપમાન ઘટ્યું છે. આ તાપમાનમાં આજથી એક ડિગ્રીનો વધારો થશે. બાકી કોઇ મોટો વધારો નહીં થાય. રાબેતા મુજબ હવે તાપમાન નીચું રહેવાનું છે. પવનની ગતિ માવઠા દરમિયાન વધી હતી. તે પણ હવે સાવ સામાન્ય થઇને 9થી 14 કિલોમીટર પ્રતિકલાકની જોવા મળે તેવી શક્યતાઓ છે.
☁️હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, જોકે ડિસેમ્બરના શરૂઆત દિવસો એટલે કે 1થી 5 ડિસેમ્બરમાં પણ ફરીથી હવામાનમાં કદાચ પલટો આવી શકે છે. જોકે, આ પલટો આવશે તો આટલું મોટું માવઠું નહીં હોય. તેથી કોઇ મોટી ચિંતા કે ડર નથી, પણ છૂટાછવાયા, હળવા ઝાપટાઓ 1થી 5 ડિસેમ્બરમાં પણ પડે તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છે.
☁️નોંધનીય છે કે, રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો છે. માવઠાના માર બાદ હવે ઠંડી કહેર વર્તાવવા તૈયાર છે. રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. અનેક શહેરોમાં ઠંડીનું જોર વધતા વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!