આ ચાર્ટની મદદથી ડાંગરમાં નાયટ્રોજનયુક્ત ખાતર જરૂર મુજબ આપો !
નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
આ ચાર્ટની મદદથી ડાંગરમાં નાયટ્રોજનયુક્ત ખાતર જરૂર મુજબ આપો !
• ખાસ કરીને કંટી આવવાના સમયે નાયટ્રોજયુક્ત ખાતરનું ઘણું મહત્વનું ગણાય. • ખેડૂતો પોતાની કોઠાસૂઝથી ખાતર આપતા હોય છે જેમાં ક્યારેક ગરબડ થવાની સંભાવના રહે છે. • પાકમાં નાયટ્રોજની જરુરિયાત નક્કી કરવા માટે વૈજ્ઞાનિકોએ “લીફ કલર ચાર્ટ (એલસીસી)” બનાવેલ છે જેનો ઉપયોગથી ખેડૂતો જાતે જ નક્કી કરી શકે કે ખાતરની ઉણપ છે કે કેમ? • આ ચાર્ટ એક સાદી પ્લાસ્ટિકની ૪ કે ૬ ની સંખ્યાંમાં પીળા લીલા થી ઘેરા લીલા રંગની પેનલ હોય છે. • આ ચાર્ટની મદદથી ફૂટ અવસ્થાથી છેક કંટી અવસ્થા સુધી પાકની નાયટ્રોજનની જરુરિયાત જાણી શકાય છે. • આ પધ્ધતિનો ઉપયોગ ડાંગર ઉપરાંત મકાઇ અને શેરડી જેવા પાકમાં કરી શકાય. કેવી રીતે ઉપયોગ કરવો? 1.પરિક્ષણ માટે છોડ પસંદ કરવા: ક્યારીમાંથી ઓછામાં ઓછા ૧૦ રોગ-જીવાતમુક્ત પસંદ કરો કે જ્યાં છોડની વસ્તી એકસરખી હોય. 2.છોડના પાનની ચાર્ટ સાથે સરખામણી: પસંદ કરેલ છોડનું ઉપરનું કુમળુ પાન જ પસંદ કરવું કારણ કે આ ભાગ જ નાયટ્રોજનની સચોટ હાજરી બતાવે છે. પાનનો મધ્ય ભાગ એલસીસી પર મૂકો અને પાનનો રંગ એલસીસી પેનલ ઉપર આવેલ વિવિધ લીલા રંગની કઇ પેનલ સાથે બંધ બેસે છે તે નક્કી કરો. આ કરતી વખતે પાન છોડ ઉપરથી અલગ કરવો નહિ, છોડ ઉપર જ રહેવા દઇ ચકાસણી કરવી. 3.પાનના રંગની માપણી: માપણી વખતે સૂર્યનો સીધો તાપ ન પડે તે રીતે આપણા પડછાયામાં રહી પાનનો જે પેનલ ઉપર બંધ બેઠો છે તેનો પેનલ ઉપર દર્શાવેલ આંક (ઇન્ડેક્ષ)ની નોંધ કરો. એક જ વ્યક્તિએ દિવસના એક જ સમયે યદચ્છરીતે પસંદ કરેલ ૧૦ છોડના પાનની રંગની ચકાસણી કરવી. જો પાનનો રંગ પેનલ ઉપર દર્શાવેલ બે રંગની વચ્ચે બંધ બેસતો હોય (રંગ ૩ અને ૪ની વચ્ચે) ત્યારે આંક (ઇન્ડેક્ષ) ૩.૫ ગણવો. 4.સરેરાશ રંગનો આંક નક્કી કરો: આવી રીતે લીધેલ ૧૦ જૂદા જૂદા પાનનો આંકનો સરવાળો કરી તેને ૧૦થી ભાગવાથી સરેરાસ એલસીસી ઇન્ડેક્ષ (રંગનો આંક) આવશે. જો આ સરેરાશ આંક ૩થી (નિર્ણાયક આંક) ઓછો આવે તો સમજવું કે નાયટ્રોજનયુક્ત ખાતરની જરુરિયાત છે અને તે પ્રમાણે ખાતર આપવું. • આ રીતે ફૂટની શરુઆત થાય ત્યારથી છેક કંટી નીકળવાના સમય સુધી ૭ થી ૧૦ દિવસે અને કંટી નીકળ્યા પછી ૫ થી ૧૦ દિવસે એલસીસીનો ઉપયોગ કરીને ખાતરની જરુરિયાત નક્કી કરતા રહેવું. • હાઇબ્રીડ જાતો માટે નિર્ણાયક આંક (ક્રીટીકલ વેલ્યુ) વધારે હોય છે (૪ સુચિઆંક). • એલસીસીના ઉપયોગથી ખાતર આપવાનું નક્કી થાય ત્યારે ૩૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે ખાતર આપવું (વિસ્તાર પ્રમાણે અલગ હોઇ શકે). • આમ આડેધડ વપરાતા ખાતરોનો બચાવ થશે અને સાથે યોગ્ય માત્રામાં ખાતરના વપરાશને લીધે પાકમાં રોગ-જીવાતનો ઉપદ્રવ પણ ઓછો રહેશે. • આવા ચાર્ટની વધુ માહિતી કે ખરીદી માટે આપના નજીક યુનિ. સંસોધન કેન્દ્ર અથવા કેવીકેનો સંપર્ક કરવો. આ ચાર્ટ ઓનલાઇનથી પણ ખરીદી શકાય છે. • લીફ કલર ચાર્ટની પણ કેટલીક મર્યાદા છે જેમ કે ડાંગરની જાત, એકમ વિસ્તારમાં છોડની સંખ્યા, સૂર્યના કિરણોત્સર્ગમાં પરિવર્તન, જમીનમાં નાયટ્રોજન સિવાય અન્ય તત્વોની સ્થિતિ વિગેરે • એક વાર ઉપયોગ કરી અનૂભવ અવશ્ય લેવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
9
1
અન્ય લેખો