મગ, અડદ અને ચોળાના જેવા કઠોળ પાકોમાં ચુસીયાને કરો ખતમ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મગ, અડદ અને ચોળાના જેવા કઠોળ પાકોમાં ચુસીયાને કરો ખતમ !
🔅 આપે ઉનાળુ આવા કઠોળ પાકોનું વાવેતર ચોક્કસ કર્યુ હશે. બીજ માવજત કરેલ દવાની અસર ઓછી થતા અને સામાન્ય રીતે વાવણી પછી ૧૦ થી ૧૫ દિવસ પછી મોલોનો ઉપદ્રવ આવતો હોય છે. 🔅 આ ચૂંસિયા પ્રકારની જીવાત પાન, ડૂંખ કે કુમળી વિકસતી ડાળીઓ ઉપર સમૂહમાં રહી રસ ચૂંસીને નુકસાન કરતી હોય છે. પાકની અવધિ દરમ્યાન જો એકાદ અઠવાડિયું વાદળછાયુ વાતાવર રહી જાય તો ચોક્ક્સ આ જીવાતનો ઉપદ્રવ વધી શકે છે. 🔅 મોજણી અને જાણકારી માટે પાક ઉગ્યા પછી એકરે ૪ થી પ જેટલા પીળા ચીકણાં ટ્રેપ્સ અવશ્ય ગોઠવી દેવા. 🔅 ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત મળતી તૈયાર દવા (૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી દવા ૧૫ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે) અથવા ફૂગ આધારિત દવા (વર્ટીસિલિયમ લેકાની ૧.૧૫ ડબલ્યુપી પાવડર ૮૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે)નો છંટકાવ કરવો. 🔅 ઉપદ્રવ વધતો જણાય તો આણંદ કૃષિ યુનિ.ની એક ભલામણ અનૂંસાર ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૨૫ ડબલ્યુજી ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી તેનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
6
અન્ય લેખો