આપ કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, તુવેરનો સંગ્રહ કરવાના હો તો આ જીવાત વિશે અવશ્ય જાણો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આપ કઠોળ જેવા કે ચણા, મગ, અડદ, તુવેરનો સંગ્રહ કરવાના હો તો આ જીવાત વિશે અવશ્ય જાણો !
👉 આવા કઠોળ આપણે ખાવા માટે કે બિયારણ તરીકે થોડા સમય માટે કોથળા કે પીપમાં સંગ્રહ કરતા હોઇએ છીએ. 👉 સંગ્રહ દરમ્યાન કઠોળના ભોંટવાનો ઉપદ્રવને લીધે દાણા સડી જવાથી તે ખાવા કે બીજ તરીકે કામ લાગતા નથી. 👉 આ ભોંટવાની ઇયળ દાણામાં પેસી જઇ અંદરનો ગર્ભ કોરી ખાતી હોય છે. 👉 અનાજ કે કઠોળને આ જીવાતથી બચાવવા માટે પીપમાં ભરી તેમાં એલ્યુમિનયમ ફોસ્ફાઇડ (ધુમકર) ના પાઉચ મળે છે જે ૧૦૦ કિ.ગ્રા. સંગ્રહ માટે એક પાઉચની જરુર પડશે. 👉 આ પાઉચ મૂક્યા પછી પીપને એરટાઇટ અઠવાડિયા સુધી બંધ રાખવાથી તેમાં જે પણ જીવાત કે ભોંટવા હશે તેની બધી જ અવસ્થાઓ મરી જશે અને આપણૂં અનાજ/ કઠોળ નુકસાનથી બચી જશે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
31
2
અન્ય લેખો