અરે બાપ રે ! ખેતરમાં આ કામ કરવાના મળશે 63 લાખ રૂપિયા ? જાણો માહિતી !
આંતરરાષ્ટ્રીય કૃષિVTV ગુજરાતી
અરે બાપ રે ! ખેતરમાં આ કામ કરવાના મળશે 63 લાખ રૂપિયા ? જાણો માહિતી !
🥦 દરેક લોકો ઈચ્છે છે કે તે ખૂબ પૈસા કમાય. ઘણી વખત લોકો વધારે સેલેરીના ચક્કરમાં પોતાના પ્રોફેશનથી અલગ જોબ પણ કરવા લાગે છે. જો તમને કહેવામાં આવે કે તમારે શાકભાજી તોડવા માટે વર્ષે 63 લાખ રૂપિયા આપવામાં આવશે. તો તમે શું કરશો? કેઈ પણ આ ઓફરનો સ્વીકાર કરી લેશે. આવી જોબ ઓફર યુકેની એક ફાર્મિંગ કંપનીએ આપી છે. તેના માટે તેણે જાહેરાત પણ બહાર પાડી છે. દર કલાકના 3000 રૂપિયા મળશે : 🥦 એક રિપોર્ટ અનુસાર શાકભાજી તોડવાની આ જોબ TH Clements and Son Ltd ની તરફથી ઓફર કરવામાં આવી રહી છે. તેના માટે કંપનીએ ઓનલાઈન જાહેરાત પણ આપી છે. આ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે આખું વર્ષ ખેતરમાં કોબીજ અને બ્રોકલી તોડવાની જોબના બદલામાં દર કલાકના 30 યુરો એટલે કે 3000 રૂપિયાથી વધારે મળશે. આ હિસાબથી એક વર્ષમાં આ નોકરીમાંથી 62400 યુરો એટલે કે 6311641 રૂપિયા મળશે. આ જોબને કોઈ પણ કરી શકે છે. આ કામ માટે શારીરિક રૂપથી ફિટ રહેવું ખૂબ જરૂરી છે કારણ કે આખુ વર્ષ આ કામ કરવું પડશે. Field Operativesની છે શોધ : 🥦 આ જોબ માટે બે જાહેરાત પબ્લિશ કરવામાં આવી છે. એક જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે કંપની કોબીજ તોડવા માટે Field Operatives ની શોધમાં છે. આ જોબથી તમે દર એક કલાકમાં 3000 રૂપિયા સુધી સરળતાથી કમાણી કરી શકો છો. પરંતુ જો તમે વધારે કમાણી કરવા માંગો છો તો તે તમારા પર આધાર રાખે છે. તમે જેટલું કામ કરશો તેટલી કમાણી કરી શકશો. 🥦 જો તમે અરજી કરવા માંગતા હોય તો અહીંયા ક્લિક કરો https://www.thclements.co.uk/our-company/vacancies 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
12
5
અન્ય લેખો