agrostar logo
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અરે વાહ શું વાત છે હવે ખેડૂતો પણ જાણી શકશે જમીન ના ભાવ !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
અરે વાહ શું વાત છે હવે ખેડૂતો પણ જાણી શકશે જમીન ના ભાવ !
📢 ઘણી વખત ખેડૂતોની જમીન કાયદાકીય વિવાદમાં ફસાઈ જાય છે અને કેટલીકવાર જમીનના યોગ્ય ભાવ મેળવી શકતા નથી.પરંતુ હવે ખેડૂતોને આ સમસ્યામાંથી મુક્તિ મળી છે. 📢 ખેડૂતોની જમીન યોગ્ય ભાવ જણાવશે દેશમાં પ્રથમ વખત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના મિશ્રા સેન્ટર ફોર ફાયનાન્સિયલ માર્કેટ્સ એન્ડ ઇકોનોમીએ ભારતીય કૃષિ જમીન કિંમત સૂચકાંક તૈયાર કર્યો છે. આ ઇન્ડેક્સ ખેડૂતોને તેમની જમીનની વાસ્તવિક કિંમત જણાવશે. 📢 રિયલ એસ્ટેટ ફાઇનાન્સના પ્રોજેક્ટ લીડ અને એસોસિએટ પ્રોફેસર પ્રશાંત દાસે ઇકોનોમીએ ભારતીય કૃષિ જમીન કિંમત સૂચકાંક વિશે જણાવ્યું છે કે હાલમાં ખેતીની જમીનના બદલામાં ખેડૂતોને મળતું વળતર ઘણું ઓછું છે. ખેડૂતોને ખેતીમાંથી ઉપજ સામે 0.5 થી 2 ટકા વળતર મળી રહ્યું છે. 📢 ઇન્ડેક્સ આ રીતે કામ કરશે જમીનની કિંમત જણાવવા માટે ઈન્ડેક્સમાં ચાર મુખ્ય પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યા છે. જેમાં નજીકના શહેરથી અંતર, નજીકના એરપોર્ટથી અંતર, આંતરરાષ્ટ્રીય વિમાનમથકની શક્યતાને મુખ્ય રીતે સામેલ કરવામાં આવી છે. જો જમીનમાં સિંચાઈની સુવિધા હશે તો તેની કિંમતમાં 15 ટકાનો વધારો થશે, જ્યારે જમીનમાં ઈન્ટરનેશનલ એરપોર્ટની શક્યતા હશે તો તેમાં 20 ટકાનો સુધારો થશે. તેવી જ રીતે, નગરથી દૂર રહેવાથી અંતર દ્વારા કિલોમીટર દીઠ 0.5 ટકાની અસર પડશે. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
4
અન્ય લેખો