ગાય અને ભેંસની સ્વદેશી જાતિનું કરો રક્ષણ મળશે ૫ લાખનો પુરસ્કાર !!
સમાચારએગ્રોસ્ટાર
ગાય અને ભેંસની સ્વદેશી જાતિનું કરો રક્ષણ મળશે ૫ લાખનો પુરસ્કાર !!
📢દેશના ડેરી ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દેશના શ્રેષ્ઠ ડેરી ફાર્મરને એવોર્ડ આપવા જઈ રહ્યું છે. જે અંતર્ગત દેશના શ્રેષ્ઠ ડેરી ફાર્મરને ૫ લાખ રૂપિયાની રકમ ઈનામમાં આપવામાં આવશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 👉આ અહેવાલમાં, મંત્રાલયે દેશના શ્રેષ્ઠ ડેરી ખેડૂતને ઓળખવાની અને પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેના માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ એવોર્ડ રાષ્ટ્રીય દૂધ દિવસ એટલે કે ૨૬ નવેમ્બરના અવસર પર આપવામાં આવશે. આ એવોર્ડનું નામ રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ છે. જે ડેરી ક્ષેત્રે આપવામાં આવતો દેશનો સર્વશ્રેષ્ઠ સરકારી એવોર્ડ છે. 👉જે અંતર્ગત ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારો માટેની અરજીઓ નેશનલ એવોર્ડ પોર્ટલ એટલે કે https://awards.gov.in દ્વારા કરી શકાય છે. પાત્રતા વગેરે સંબંધિત વધુ વિગતો માટે અને ઓનલાઈન અરજી સબમિટ કરવા માટે વેબસાઈટ https://awards.gov.in ની મુલાકાત લઈ શકાય છે. વેબસાઈટમાં જ ગાય અને ભેંસની નોંધાયેલ જાતિના નામ આપવામાં આવ્યા છે. 👉ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે :- જેમાં પ્રથમ શ્રેણીમાં દેશી ગાય/ભેંસનું સંવર્ધન કરનાર શ્રેષ્ઠ ડેરી ફાર્મરને ઈનામ આપવામાં આવશે. તેવી જ રીતે, બીજી કેટેગરીમાં શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન અને ત્રીજી શ્રેણીમાં શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થાને પુરસ્કાર આપવામાં આવશે. 👉જેમાં દેશી ગાય/ભેંસ ઉછેરનાર શ્રેષ્ઠ ડેરી ફાર્મરને ૫ લાખ રૂપિયા આપવામાં આવશે. શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયનને ૩ લાખ અને શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થાને ૨ લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે દરેક કેટેગરીમાં મેરિટનું પ્રમાણપત્ર, સ્મૃતિ ચિહ્ન પણ આપવામાં આવશે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
4
અન્ય લેખો