જાણો, આ નવા પ્રકારની જીવાત મકાઇના બીની ઇયળ (સીડ કોર્ન મેગટ) !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, આ નવા પ્રકારની જીવાત મકાઇના બીની ઇયળ (સીડ કોર્ન મેગટ) !
👉 તાજેતરમાં વડોદરા જિલ્લામાં મકાઇના બીજ ને નુકસાન કરતી એક નવા પ્રકારની ઇયળ નુકસાન કરતી જોવા મળી છે. 👉 હજુ એની નોંધ વૈજ્ઞાનિક ઢબે લેવાયેલ નથી. 👉 મકાઇની વાવણી પછી બીની અંદર ઉતરી જઇ નુકસાન કરતી હોવાથી બીજ સ્ફુરણ પામતું નથી. 👉 જો કદાચ છોડ ઉગે તો પણ આગળ ઉપર વિકાસ પામતો નથી. 👉 આ ઇયળથી નુકસાન વાયરવર્મથી થતા નુકસાનને મળતું આવે છે. 👉 આ જીવાત જે ખેતરમાં અધકચરુ કહોવાયેલ છાણિયું ખાતર વાપર્યુ હોય ત્યાં વધારે પ્રમાણ જોવા મળે છે. 👉 આ ઇયળ જમીનમાં રહેતી હોવાથી તેને નિયંત્રણ કરવું કેટલીકવાર અઘરુ બને છે. 👉 વાવતા પહેલા જંતુનાશક દવાની માવજત આપવી. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
17
5
અન્ય લેખો