જાણો, શું છે પીટફોલ ટ્રેપ
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જાણો, શું છે પીટફોલ ટ્રેપ
👉 આપણે કોઇ પણ અનાજ- કઠોળનો સંગ્રહ થેલા કે પીપ કે છુંટું ગોડાઉન કે સ્ટોરેજમાં કરતા હોઇએ છીએ. 👉 સંગ્રહ દરમ્યાન ભોંટવા, વાતરી, રાતા સરસરિયા, સીગરેટ બીટલ્સ વિગેરેથી નુકસાન થવાથી અનાજ-કઠોળ ખાવાલાયક કે બીજ માટે ઉપયોગી રહેતું નથી. 👉 આવા સંગ્રહ કરેલ અનાજ-કઠોળમાં જો આપણને સમયસર જીવાતના ઉપદ્રવનો ખ્યાલ આવી જાય તો તે માટે યોગ્ય માવજત કરી બચાવી શકાય છે. 👉 આ માટે પીટફોલ ટ્રેપ ઘણૂં ઉપયોગી થાય તેમ છે. 👉 આ ટ્રેપને સંગ્રહ કરેલ અનાજ-કઠોળની ઉપરના સપાટીએ ગોઠવવામાં આવે અને સમયાંતરે જોતા રહી તો કઇ જીવાત પડી છે તે જાણી શકાય છે. 👉 જીવાતની શરુઆત તેના પુખ્ત કીટકોથી થતી હોય છે અને આવા કિટકો આ ટ્રેપમાં ફસાઇ જતા હોવાથી તેના ઉપદ્રવને આગળ વધતો અટકાવી શકાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
0
અન્ય લેખો