AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો સફળ ખેતીની કહાણી ખેડૂતની જુબાની !
કૃષિ વાર્તાVTV Gujarati News
જાણો સફળ ખેતીની કહાણી ખેડૂતની જુબાની !
ગુજરાતમાં ખેડૂતો અવારનવાર અવનવી ખેતી કરતા રહે છે. ત્યારે આજે પેશનફ્રુટ ઉર્ફે કૃષ્ણફળની સફળ ખેતી કરનાર રાજકોટના જેન્તીભાઈ ગજેરા 75 વર્ષની ઉમંરે પણ યુવાને શરમાવે એવી સ્ફુર્તિ સાથે અવનવા પ્રયોગો કરીને સફળતા મેળવતા રહે છે. પહેલા ડ્રેગન ફ્રુટ અને હવે પેશન ફ્રુટની સફળ ખેતી કરી જેન્તીભાઈએ ખેડૂતોને એક નવો જ રાહ ચિંધ્યો છે. આવો તેમની પાસેથી જ સાંભળીએ કે પેશનફ્રુટની ખેતી કેવી રીતે સફળ બનાવી? આ વિશે જેન્તીભાઈ ગજેરા જણાવે છે કે, ખેતીમાં અવનવું કરવું ગમે છે મેં પહેલા ડ્રેગનફ્રુટનો પ્રયોગ કર્યો અને મને એમાં સફળતા મળી છે અને હવે હું પેશનફ્રુટ ઉગાડુ છું. તમને કહું તો મેં આ ફ્રુટનો જ્યુસ ફ્લાઈટમાં પીધો હતો જ્યારે અમે વિદેશ ફરવા ગયા હતા ત્યારે. મને અવનવા પાક ઉગાડવા ગમે છે અને એ જ રીતે ખારેક, હિરામણા ઘાસ, સ્પેશ્યલ આંબા, સરગવો, સહિતના વિવિધ પાક હું એકદમ પ્રાકૃતિક રીતે સફળ રીતે વાવું છું ત્યારે ગયા વર્ષે મેં પેશન ફ્રૂટના 50 વેલા વાવ્યા હતા જેમાં હવે ફળ ઉતરી રહ્યા છે. 👉🏻 શું છે પેશન ફ્રૂટ : ઓસ્ટ્રેલિયામાં પેશન ફ્રૂટ અને આફ્રિકામાં મટૂંગા તરીકે ઓળખાતા ફળને ભારતમાં કૃષ્ણ ફળ તરીકે ઓળખીએ છીએ કૃષ્ણફળ નો વેલો માંડવા કે વાળ ઉપર ચડાવવા થી વધુ ફળ મળે છે, સપ્ટેમ્બર મહિનામાં ફળ બેસે છે એક વેલામા 500 થી 2,500 સુધી ફળ બેસે છે. 👉🏻 કેટલા વિઘામાં વાવ્યા છે પેશન ફ્રૂટ? આ પ્રશ્નનનો જવાબ આપતા જેન્તીભાઈ જણાવે છે કે, મેં અડધા વિઘા જમીનમાં પેશન ફ્રૂટ વાવ્યા છે. મેં પહેલા તો આ ફ્રૂટ ખરીદ્યા અને તેનું ખાસ મારૂં પોતાનું બિયારણ ખરીદ્યુ. મે 100 રોપા વાવ્યા પણ તેમાંથી 50 બળી ગયા. અને 50માંથી વેલા તૈયાર થયા. આજે બીજુ વર્ષ છે અને ફળ આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ બીજુ બિયારણ અને નવા વેલા પણ ઉગી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આ ફળ વાવવાના ફાયદા એ છે કે તમે એના માંડવા નીચે સીતાફળ, હળદર, આદુ જેવા પાક પણ લઈ શકો છો. એટલે કે મલ્ટીપલ ખેતી કરી શકો છો. 👉🏻 કેવી રીતે થાય છે ખેતી? ખેતી વિશે વિગતો આપતા તેમણે કહ્યુ કે, મેં તેની વાવણી બેસતા ચોમાસે કરી હતી. અને તેના પર ફૂલ જૂન આસપાસ આવવાના શરૂ થઈ જાય છે. પેશન ફ્રૂટને હવામાનની વાત કરૂ તો, 15થી 30 ડિગ્રી તાપમાન આઈડિયલ છે પણ મેં તો 10થી 45 ડિગ્રી સુધી તાપમાનમાં પણ પૂરી માવજતથી આ વેલા સાચવ્યા છે. ખાતર પાણીની વાત કરૂ તો વર્મીકમ્પોસ્ટ ખાતરનો વપરાશ કર્યો છે. સંપૂર્ણ પ્રાકૃતિક રીતે જ ખેતી કરી મેં પેસ્ટ કંટ્રોલ કે રાસાયણિક ખાતરનો વરસાશ નથી કર્યો. પિયત બાબતે પણ અઠવાડિયે એક વખત પાણી આપવાથી છોડ હરેલા ભરેલા રહે છે. હા પણ જો તમે તેની આસપાસ કોઈ બીજો પાક વાવો તો તેનો લાભ વેલાને ભેજ જળવાઈ રહેવામાં ચોક્કસથી થશે. ખર્ચ અને મળતર કેવુંક છે? ખર્ચ જોઈએ તો એક વીઘાએ 1 લાખ થાય અને ઉત્પાદન પણ 10 લાખ અને તેથી પણ વધુ કરી શકો જેવી જમીન, માવજત રાખો તેવા ફળ થાય. રોપાને રોપ્યા બાદ તેના વેલા થાય છે અને એ માટે માંડવા બનાવવા પડે છે માંડવે વેલા ચઢતા જાય છે અને તમારૂં ઉત્પાદન વધતું જાય છે. આ પાકનું ઉત્પાદન દર વર્ષે બમણું થતું જાય છે.
સંદર્ભ : VTV Gujarati. આપેલ ખેડૂત સફળગાથા ને લાઈક કરી ને વધુ ને વધુ ખેડૂત મિત્રો ને શેર કરો.
13
3