લગ્ન માટે દીકરીઓને મળશે સહાય
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
લગ્ન માટે દીકરીઓને મળશે સહાય
👉કુંવરબાઈનું મામેરું યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે. કુંવરબાઈનું મામેરું યોજના એસ.સી વર્ગની કન્યાઓને, ઓ.બી.સી વર્ગની દીકરીઓને તથા આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નકર્યા પછી લાભ આપવામાં આવે છે. આ યોજનામાં લાભાર્થી દીકરી દીઠ રૂપિયા 12,000/- રૂપિયા જમા કરવામાં આવે છે. 👉યોજના માટેની પાત્રતા :- - લાભાર્થી ગુજરાત રાજ્યનો મૂળ વતની હોવો જોઈએ. - અરજદાર આર્થિક રીતે નબળા પરિવાર હોવો જોઈએ. - એક પરિવારમાં 2 પુખ્તવયની દિકરીના લગ્ન માટે કુંવરબાઇ નું મામેરું યોજના ગુજરાત નો લાભ મળશે. - લાભાર્થીના પુન:લગ્નના કિસ્સામાં આ યોજના મળશે. વિધવા પુન:લગ્નના કિસ્સામાં પણ આ યોજનાનો લાભ મળશે. - કન્યાના લગ્ન બાદ 2 વર્ષની સમય મર્યાદામાં Kuvarbai Nu Mameru Form Online Apply કરવાનું રહેશે. - સાત ફેરા સમૂહલગ્ન આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લેનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થાય. - સમાજના તથા અન્ય સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ - કુંવરબાઈનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે. 👉ડોક્યુમેન્ટ :- a) કન્યાનું આધારકાર્ડ b) લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ c) કન્યાનો જાતિનો દાખલો d) કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર e) લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો f) કન્યાના રહેઠાણનો પુરાવો g) કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે) વર-કન્યાનો સંયુક્ત ફોટો h) વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર) i) લગ્નનોંધણી પ્રમાણપત્ર J) કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration) K) કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો 👉આ યોજનાની વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર થી મેળવી શકો છો. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
11
2
અન્ય લેખો