દહીં, ખેડૂતો માટે સાચું સોનું, દરેક કામમાં ઉપયોગી !
જૈવિક ખેતીઓલ ગુજરાત ન્યૂઝ
દહીં, ખેડૂતો માટે સાચું સોનું, દરેક કામમાં ઉપયોગી !
દહીંની ખેતીમાં ૫૦ થી ૯૫% ટકા ખર્ચ બચે છે અને ઓછામાં ઓછું ૧૫ ટકા કૃષિ ઉત્પાદન વધે છે. દહીંના ફાયદાઓ જોઈને અનેક ખેડૂતો તે તરફ વળ્યા છે.ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને ગુજરાતના કૃષિ વિશ્વ વિદ્યાલયોએ તેના પ્રયોગો કર્યા ત્યારથી તેને માન્યતા મળવા લાગી છે. વર્ષોથી મીઠા લીમડાને છાસ પીવડાવવાની પરંપરા હતી. હવે ખેતરમાં દહીંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દહીંથી પાણીની બચત થાય છે એટલે કે પિયતનો ગાળો લંબાય છે, દહીં થી ભેજ સંગ્રહશક્તિમાં વધારો થાય છે. ખાસ દહીં બનાવવાની રીત : દેશી ગાયનું બે લીટર દૂધ માટીના વાસણમાં દહીં બનાવવા મૂકવું. બે કિલો દહીંમાં તાંબાનો ટૂકડો કે તાંબાની ચમચી ડૂબાડીને મૂકીને 8થી 15 દિવસ સુધી તે દહીંને ઢાંકીને છાંયે રાખી મૂકવામાં આવે છે. તેમાં લીલા રંગના તાર થઈ જશે. તાંબું કે પિત્તળ ધોઈને તે પાણી દહીમાં નાંખવું. બે કિલો દહીંમાં 3 લીટર પાણી ભેળવીને 5 લીટર મિશ્રણ બની જશે. એક એકરમાં કે પાણી પંપથી છાંટવામાં આવે છે. પછી તેમાં પાણી નાંખી 1 એકરમાં પાક પર છંટકાવ કરાય છે. તેમ કરવાથી છોડ 25થી 45 દિવસ સુધી લીલોછમ રહેશે. લાંબો સમય સુધી નાઈટ્રોજનની જરૂર રહેતી નથી અને પાક લીલો થઈ જશે. ઉત્તર બિહારના હજારો ખેડૂતોએ દહીં ખેતીમાં વાપરી ૨૫ થી ૩૦% ઉત્પાદન વધાર્યું છે, એક લિટર પાણીમાં 30 મીલી દહીંનું મિશ્રણ નાંખવામાં આવે છે. જંતુનાશક તરીકે ઉપયોગી : ખેડૂતો દહીં ઉપરાંત તેમાં મેથીની પેસ્ટ કે લીમડાનું તેલ ભેળવીને પેસ્ટીસાઈઝ તરીકે છાંટે તો પાક પર ફૂગ આવતી નથી. કૂકડ આવતો નથી. આમ કરવાથી નાઈટ્રોજન મળે, જીવાત દૂર થાય અને મિત્ર જીવાતોનું રક્ષણ થાય છે. ખાતર તરીકે ઉપયોગી : જમીનમાં પણ દહીંનો ઉપયોગ કરી શકાય છે. એકરે 2 કિલો દહીં જમીનની અંદર નાંખવું. જમીનમાં માઈક્રોબાયલ રેટ વધારે છે. આમ કરવાથી તમામ પાકોમાં 25-30 ટકા ઉત્પાદન વધી શકે છે. પંચગવ્યમાં દહીં વપરાય છે. પાણીનો વપરાશ ઘટે : દહીંના પાણીમાં ગરમીમાં 300 ગ્રામ ખાંડ અને શિયાળાની ઠંડીમાં ખાંડના બદલે 300 ગ્રામ સીંધાલું મીઠું નાંખીને છંટકાવ કરવાથી 15 દિવસ સુધી પાકને પાણીની જરૂર પડતી નથી. નોંધ : કૃપા કરીને આ માહિતી કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ કરશો જેથી અમે તમને આવી માહિતી આપવાનું પ્રોત્સાહન મળી રહે. સંદર્ભ : ઓલ ગુજરાત ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
106
3
અન્ય લેખો