AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાVTV ગુજરાતી
લાખો ખેડૂતો માટે ખુશખબર, શરુ થશે નવી યોજના, ખેડૂતોને ફાયદો જ ફાયદો !
👨‍🌾 કેન્દ્ર સરકાર પાક વીમા માટે ડોર ટુ ડોર વિતરણ અભિયાન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. તમામ રાજ્યોમાં અભિયાન શરૂ થશે : 🌾 કૃષિ મંત્રાલયે કહ્યું કે ડોર-ટુ-ડોર ઝુંબેશ 'મેરી પોલિસી મેરે હાથ'નો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ ખેડૂતો સરકારી નીતિઓ, જમીનના રેકોર્ડ, દાવાની પ્રક્રિયા અને PMFBY હેઠળ ફરિયાદ નિવારણ વિશેની તમામ માહિતીથી સારી રીતે પરિચિત હોય. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે જૂનથી શરૂ થનારી આગામી ખરીફ સિઝનમાં આ યોજનાનો અમલ કરતા તમામ રાજ્યોમાં ડોર ટુ ડોર અભિયાન શરૂ કરવામાં આવશે. પાક નુકશાનમાં મદદ મળે છે : 🌾 ખેડૂતને પાક વીમા એપ, સીએસસી સેન્ટર અથવા નજીકના કૃષિ અધિકારી દ્વારા કોઈપણ ઘટનાના 72 કલાકની અંદર પાકના નુકસાનની જાણ કરવા માટે અનુકૂળ બનાવવામાં આવ્યું છે. પાત્રતા ધરાવતા ખેડૂતના બેંક ખાતામાં દાવાની ઈલેક્ટ્રોનિક રીતે ચૂકવણી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિડીયો સંદર્ભ : Nakum harish સંદર્ભ : VTV ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
3
અન્ય લેખો