હીરો ઇલેક્ટ્રિકએ લોન્ચ કર્યા 3 નવા સ્કૂટર્સ,જાણો સંપૂણ માહિતી.
ઓટોમોબાઈલ એગ્રોસ્ટાર
હીરો ઇલેક્ટ્રિકએ લોન્ચ કર્યા 3 નવા સ્કૂટર્સ,જાણો સંપૂણ માહિતી.
🛵હીરો ઇલેક્ટ્રિકે ભારતીય માર્કેટમાં ગઈકાલે ત્રણ નવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે. જેમાં ઓપ્ટિમાં સીએક્સ 5.0, ઓપ્ટિમા સીએક્સ 2.0 અને એનવાઇએક્સ સ્કૂટર લોન્ચ કર્યું છે. ત્યારે આ ત્રણેય સ્કૂટરમાં શું ખાસ ફીચર્સ છે અને તેની કેટલી કિંમત છે તે અંગે અમે તમને જણાવીએ. 🛵ખાસિયત :- હીરો ઇલેક્ટ્રિક તરફથી લોન્ચ કરાયેલાં ઓપ્ટિમાં 5.0માં કંપનીએ ડ્યુઅલ બેટરી આપી છે. તો ઓપ્ટિમા 2.0માં સિંગલ બેટરી છે અને એનવાઇએક્સમાં 5.0માં પમ કંરની તરફથી ડ્યુઅલ બેટરી સેટઅપ આપવામાં આવ્યું છે. ત્રણેય સ્કૂટર્સ જાપાની ટેક્નિક સાથે બનાવવામાં આવ્યા છ. જેમાં જર્મન ઇસીયૂ ટેક્નિકનો ઉપયોગ થયો છે. 🛵બેટરી :- માહિતી મુજબ, ઓપ્ટિમા 5.0માં ત્રણ કિલો વોટ ઓવરની સી5 લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે. જે ચાર્જ થવામાં લગભગ ત્રણ કલાકનો સમય લે છે. તો ઓપ્ટિમા 2.0ને ચાર્જ થવામાં લગભગ સાડા ચાર કલાકનો સમય લાગે છે. તો એનવાઇએક્સ 5.0માં ત્રણ કિલોવોટની બેટરી આપવામાં આવી છે. જે ત્રણ કલાકમાં ચાર્જ થઈ જાય છે. 🛵સેફ્ટી ફીચર્સ :- કંપની તરફથી ત્રણેય સ્કૂટર્સમાં બેટરી સેફ્ટી આલાર્મ, ડ્રાઇવ મોડ લોક, રિવર્સ રોલ પ્રોટેક્શન અને સાઇડ સ્ટેન્ડ સેન્સર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. 🛵કલર ઓપ્શન :- ત્રણેય સ્કૂટર્સમાં ઘણાં રંગના ઓપ્શન અવેલેબલ છે. ઓપ્ટિમા 5.0ને ડાર્ક મેટ અને મેટ મરુન રંગમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. ઓપ્ટિમા 2.0ને ડાર્ક મેટ બ્લૂ અને ચારકોલ બ્લેક, એનવાઇએક્સ 5.0 ચારકોલ બ્લેક અને પર્લ વાઇટ જેવા રંગોમાં ખરીદી શકાય છે. 🛵કિંમત :- ત્રણેય સ્કૂટર્સને કમ્ફર્ટ એન્ડ સ્પીડ અને સિટી સ્પીડ સ્કૂટર સેગમેન્ટમાં લોન્ચ કરાયું છે. જેની કિંમત 85 હાજાર રૂપિયાથી 1.30 લાખ રૂપિયા સુધી છે. કમ્ફર્ટ સેગમેન્ટ સ્કૂટરની કિંમત 85 હાજાર રૂપિયા અને સિટી સ્પીડ સ્કૂટર સેગમેન્ટની કિંમત 1.05થી 1.30 લાખ રૂપિયા રાખવામાં આવી છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
16
3
અન્ય લેખો