યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
સરકાર આપે છે ડ્રેગનફ્રૂટ ની ખેતી માં સહાય
🌵ગુજરાતમાં ડ્રેગનફ્રૂટની ખેતી માટે હવે નવાઈ રહી નથી. કમલમ્ ફળ એટલે કે ડ્રેગન ફ્રુટનો વાવેતર વિસ્તાર ગુજરાતમાં વધે એ માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવાની શરૂઆત થઇ છે. ડ્રેગન ફ્રૂટનું નામ બદલીને ગજરાતમાં કમલમ્ ફળ કરાયું છે. આ ખેતી કરનાર ખેડૂતોએ આ સહાય મેળવવા માટે આઇ ખેડૂત પોર્ટલ ઉપર આગામી તા.12 ઓક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે. આઇ ખેડૂત પોર્ટલમાં બાગાયતી ખેતી અંતર્ગત આ સહાય મળવાપાત્ર છે.
🌵ડ્રેગન ફ્રુટની ખેતીમાં પ્રતિ હેક્ટર કુલ ખર્ચ રૂ.6 લાખ પ્રમાણે ગણીને ખેડુતોને કુલ ખર્ચના 50% અથવા મહત્તમ રૂ.3 લાખ બન્નેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. લાભાર્થી દીઠ આજીવન મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ 1111 નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ રૂ. 3,33,000 ધ્યાને લેવાનો રહે છે. જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર 4444 નંગ રોપા મુજબ મહતમ ખર્ચ રૂ.1,55,540 ધ્યાને લેવાનો રહેશે. ગુજરાતમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધ્યું છે. કમલમે કમાલ કરી દીધી હોય તેમ આ વખતે રાજ્યમાં 1000 હેકટર વિસ્તારમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર થયું છે. કિલોના ભાવની કિંમત 180 થી 250 પહોંચ્યા છે.
🌵ડ્રેગન ફ્રૂટની ખેતીમાં 50 ટકા સહાય સરકાર ચૂકવે છે
🌵રાજ્યમાં અત્યાર સુધીમાં 1000 હેકટરમાં વાવેતર થયું છે. રાજ્ય સરકાર ડ્રેગન ફ્રૂટમાં હેકટર દીઠ કુલ ખર્ચના 50 ટકા સહાય ચૂકવે છે. એકવાર ડ્રેગન ફ્રુટને વાવ્યા બાદ એક વર્ષ પૂર્ણ થઈ જાય તેમાં ખાતરની જરૂરિયાત રહેતી નથી. તો ખેડૂત ડ્રેગન ફ્રુટની ખેતીમાં વચ્ચે અન્ય પાક કરીને વધારે અંતર રાખે છે. જેથી ડ્રેગન ફ્રુટમાં ત્રણ ચાર વર્ષ પછી પણ ફાલ વધુ થાય તો ફાયદો રહે છે. તેના પર વધુને વધુ પ્રમાણમાં ફ્રુટ આવે છે.
🌵ડ્રેગન ફ્રુટનો 70 થી 80 ટકા ભાગ ખાવા યોગ્ય હોય છે જેને પલ્પ કહેવામાં આવે છે. ડ્રેગન ફ્રૂટના પલ્પમાં વિટામિન સી, એન્ટિ ઓક્સિડન્ટ, ફાઈબર, ફોસ્ફરસ અને કેલ્શિયમની માત્રા સારા પ્રમાણમાં જોવા મળે છે. કુદરતી ઉપચારમાં તો ડ્રેગન ફૂટ ખૂબ જ લાભદાયી છે.
🌵ડ્રેગન ફ્રૂટની કિંમત 1500 થી 250 રૂપિયા પ્રતિ કિલો મળે છે. જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં પણ આ ફળ ખૂબ સારી રીતે ઉગે છે. ડ્રેગન ફ્રૂટનો ઉપયોગ જામ, આઈસ્ક્રીમ, જેલી ઉત્પાદન, ફ્રૂટ જ્યુસ, વાઈન વગેરેમાં થાય છે. ઉપરાંત, તેનો ઉપયોગ ફેસ પેકમાં પણ થાય છે.
🌵ડ્રેગન ફ્રૂટ એક સિઝનમાં ઓછામાં ઓછા ત્રણ વખત ફળ આપે છે. એક ફળનું વજન સામાન્ય રીતે 400 ગ્રામ જેટલું હોય છે. એક છોડમાં ઓછામાં ઓછા 50-60 ફળો ઉત્પન્ન થાય છે. આ છોડને રોપ્યા પછી તમને પહેલા વર્ષથી જ ડ્રેગન ફ્રુટના ફળ મળવા લાગશે. ફળની રાહ જોવી એ પણ નફા સમાન છે. તે મે-જૂન મહિનામાં ફૂલે છે અને પછી ડિસેમ્બર મહિનામાં ફળ આપવાનું શરૂ કરે છે. એક એકર ખેતીની જમીનમાંથી દર વર્ષે આઠથી દસ લાખ રૂપિયાની કમાણી કરી શકાય છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!