હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
જગતના તાત માટે છે ખુશી ના સમાચાર
⛈️આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે જણાવ્યું કે, તારીખ 18-19-20 માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે. આ સાથે જ આજથી 2 દિવસ ગુજરાતના અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી છે, જેમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી અને સુરતમાં વરસાદ પડી શકે છે.
⛈️વધુ એક મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી
આ દિવસોમાં મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. તારીખ 19-20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 21-22-23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. મધ્યપ્રદેશમાં કેટલીક નદીઓમાં પુરની શક્યતા છે. 23-24 સપ્ટેમ્બરે વડોદરા, અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સમયે અરબસાગર અને અને બંગાળાની ખાડીમાં હલચલ થશે.
⛈️હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે. 16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
⛈️હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તે મુજબ 17 થી 23 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. દરમિયાન દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડશે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં 4 ઈંચથી વધુ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં 4 થી 6 ઈંચ વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. જેને લઈ નદીઓ બે કાંઠે વહે તેવી સંભાવના છે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!