રાજ્ય સરકાર તરફથી પપૈયાની ખેતી કરતા ખેડૂતો ને મળશે સહાય !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
રાજ્ય સરકાર તરફથી પપૈયાની ખેતી કરતા ખેડૂતો ને મળશે સહાય !!
📢ખેડૂતોની આવક બમણી થાય તે માટે ગુજરાત સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને અનેક ખેડૂતોએ તેમની આવકમાં વધારો કર્યો છે. રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા ગુણકારી એવા પપૈયાની ખેતી માટેની સહાય આપવામાં આવે છે. 👉પપેયાની ખેતીમાં સહાય :- યુનિટ કોસ્ટઃ રૂપિયા ૬૦ હજાર પ્રતિ હેક્ટર 👉સહાય ધોરણ :- લાભાર્થી દીઠ ૫૦ ટકા કે મહત્તમ ૩૦ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય ખેડૂતને ૧૫ ટકા, ૨૫ ટકા રાજ્ય સરકારની વધારાની પુરક સહાય લાભાર્થી દીઠ ૪ હેક્ટરની મર્યાદામાં 👉વધુ માહિતી માટે કોનો સંપર્ક કરો :- જે ખેડૂતો બાગાયત ખાતાની પપૈયાની ખેતી માટેની સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય અને કોઈ વધુ માહિતી મેળવવા માંગતા હોય તે https://ikhedut.gujarat.gov.in પર મુલાકાત લઈ શકે છે. 👉બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા કયા પૂરાવાની પડશે જરૂર :- ૭-૧૨ નો ઉતારો, ૮-અની નકલ, આધાર કાર્ડ, બેંક પાસબુક, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બાગાયત સબસિડી યોજનાની અરજી કર્યા બાદ પ્રિંટ સાત દિવસમાં બાગાયત અધિકારીને જમા કરાવવાની રહે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
5
અન્ય લેખો