યુદ્ધ વચ્ચે ભારતીય ખેડૂતોને થશે ફાયદો, ઘઉંના ખેડૂતો માટે સારા સમાચાર !
માર્કેટ સમાચારGSTV
યુદ્ધ વચ્ચે ભારતીય ખેડૂતોને થશે ફાયદો, ઘઉંના ખેડૂતો માટે સારા સમાચાર !
🌾 રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ જારી છે. યુદ્ધના લીધે શિકાગોમાં અનાજની કિંમતમાં 40 ટકા ઉછાળો આવ્યો છે. યુક્રેન સંકટે રશિયા દ્વારા વૈશ્વિક સ્તરે પૂરા પડાતા અનાજના પુરવઠાને સંકટમાં મૂક્યો છે. આના લીધે ઘઉંનો ભાવ 2008 પછીની ટોચની સપાટીએ પહોંચી ગયો છે. યુદ્ધના લીધે યુક્રેનના મહત્ત્વના બંદરો બંધ થતાં લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ લિંક પડી ભાંગી છે. 🌾 અમેરિકાના કૃષિવિભાગના આંકડા મુજબ 2021માં વિશ્વમાં ઘઉંની કુલ નિકાસમાં રશિયા અને યુક્રેનનો હિસ્સો 29 ટકા રહ્યો હોવાનો અંદાજ છે. હાલમાં ઘઉંનો વૈશ્વિક ભાવ પ્રતિ બુશલ 11.34 ડોલર ચાલી રહ્યો છે. 2008 પછીનો આ સૌથી ઊંચો ભાવ છે. 🌾 ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ યુદ્ધના કારણે કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. ખેડૂતોની સાથે ભારતીય વેપારીઓ પણ તેનો લાભ લેવા પ્રયાસ કરી રહ્યા છે. તેઓ ખેડૂતો પાસેથી વધુ ને વધુ ઘઉં ખરીદવાની તૈયારી કરી રહ્યા છે. જો આમ થશે, તો સરકારે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ઓછા ઘઉં ખરીદવા પડશે, જેનાથી સબસિડીનો બોજ ઘટશે. આ રીતે ખેડૂતોની સાથે વેપારીઓ અને સરકારને પણ ઘઉંના મામલામાં લાભ મળી શકે છે. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
9
અન્ય લેખો