સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેર પાકમાં બીજ ઉપચારના ફાયદા !
ખેડૂતો વર્તમાન સમયમાં તુવેર પાક ને રોકડીયા પાક તરીકે જુએ છે. આ પાકની ખેતીની શરૂઆતમાં જ જો પૂરતું ધ્યાન આપવામાં આવે તો પાકથી સારો આર્થિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. ચાલો તુવેર પાકમાં બીજ ઉપચારના ફાયદાથી પરિચિત થઈએ.
🔹 તુવેર પાકમાં સુકારો રોકવા માટે ટ્રાઇકોડર્મા વિરીડી ૪ ગ્રામ/કિલો બીજ માવજત આપવી જોઈએ.
બીજની સારવાર પહેલા રાસાયણિક જંતુનાશક સાથે અને પછી જૈવિક બીજ ઉપચાર સાથે થવી જોઈએ.
🔹 જમીનમાં સ્થિત ફોસ્ફરસ પાકને ઉપલબ્ધ કરાવા માટે પીએસબી 250 ગ્રામ પ્રતિ 10 કિલો બીજ દીઠ બીજ ઉપચાર કરવો જોઈએ.જેનાથી પાકના ઉત્પાદનમાં 15% થી 20% ની વૃદ્ધિ થાય છે.
🔹 બીજ પ્રક્રિયા થી બીજ અંકુરણ શક્તિ સુધારે છે.
🔹 વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતામાં વધારો થાય છે.
🔹 જૈવિક ખાતર રાસાયણિક ખાતરો કરતા સસ્તા છે અને ઓછા ખર્ચ સાથે વધુ ઉત્પાદન મેળવવામાં મદદ કરે છે
🔹બીજની સારવારથી ઉત્પાદન પ્રક્રિયા સાથે પાકની ગુણવત્તામાં સુધારો થાય છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.