મધમાખી ઉછેર દ્વારા પાકનું ઉત્પાદન વધારવું
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મધમાખી ઉછેર દ્વારા પાકનું ઉત્પાદન વધારવું
મધમાખી ઉછેર, એ કૃષિ સાથે સંકળાયેલ છે. જે મધ અને મીણના ઉત્પાદનમાં મદદરૂપ છે. તેમાં નોંધપાત્ર ઓછા ખર્ચ સાથે મહત્તમ લાભ મેળવી શકાય છે. તે ખેડૂતોને ખેતીના પાકો અને બાગાયતી પાકોના ઉત્પાદન વધારવામાં મદદરૂપ છે. મધમાખી દ્વારા થતું પરાગનયન મહત્તમ ઊપજ અપાવે છે. મધમાખી ઉછેરનું મહત્વ: • મધમાખી ઉત્તમ પરાગરજ વાહકો છે જે એક જ સમયે 100 ફૂલોમાંથી પરાગરજ અને પરાગરસ એકત્રિત કરે છે. • મધમાખીઓની ગણના સામાજિક જંતુમાં થાય છે; 20 થી 80,000 મધમાખીઓ એક સાથે એક જ મધપૂડામાં રહે છે. • મધમાખીઓ ફૂલોના બગીચાઓમાં રાખવામા આવે તો પરાગનયનની પ્રક્રિયામાં 16%નો વધારો જોવા મળે છે.
મધમાખી ઉછેર માટેના સાધનો: મધમાખી ઉછેર માટેના આવશ્યક સાધનોમાં લાકડાની પેટી, પેટીની ફ્રેમ, મેશ કવર, મોજા, ચપ્પુ, મધ, મધ માટેનો ચિપીયો, અને ડ્રમ (મધ ભેગુ કરવા)નો સમાવેશ થાય છે. મધમાખીની પ્રજાતીઓ: મધમાખીઓ પાંચ જાતની હોય છે, જેમ કે એપીસ મેલિફેરા, એપીસ ઇન્ડિકા, એપિસ ડોરસતા, એપીસ ફ્લોરીયા, મેલિપોના ઇરિડીપેન્નિસ. એપીસ મેલિફેરા મધનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. તેને લાકડાના બૉક્સમાં સહેલાઇથી ફેરવી શકાય છે. આ પ્રજાતિની રાણીઓમાં મહત્તમ ઇંડા મુકવાની ક્ષમતા હોય છે. સ્ત્રોત – શ્રી. એસ.કે.ત્યાગી જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
557
2
અન્ય લેખો