પાણીનો ક્ષાર ઓછો કરવા જમીનમાં ટાંકો બનાવ્યો!
સફળતાની વાર્તાkhberchhe.com
પાણીનો ક્ષાર ઓછો કરવા જમીનમાં ટાંકો બનાવ્યો!
💎 કચ્છના નખત્રાણા તાલુકાના નાનાકાદીયા ગામના પ્રેમજીભાઈ વેલજીભાઈ ગોહીલએ ભૂગર્ભ પાણીના ક્ષારને તથા પાણીમાં આવતાં કચરાને ઓછો કરવા એક અનોખો પ્રયોગ કર્યો છે. જે છેલ્લાં 10 વર્ષથી સફળ છે. કચ્છમાં પાણીમાં ક્ષાર આવવો એ સામાન્ય બાબત છે. ક્ષાર આવવાથી છોડની વૃધ્ધી અટકે છે અને જમીન કઠણ બની જાય છે. તેમણે પોતાના ખેતરમાં માટી ખોદીને ખાડો ખોદીને એક ટાંકો બનાવ્યો છે જેમાં બોરમાંથી મોટર દ્વારા પાણી ઉલેચીને આ ટાંકામાં નાંખે છે. 💎 ટાંકાંના તળીએ પથ્થરનું લેયર બનાવ્યું છે. જેથી પાણી ઓછું શોષાય. તે નાના તળાવ જેવો ટાંકો છે. 16 કલાક બે મોટરથી પાણી નાંખીએ એટલો મોટો ટાંકો છે. જેની દિવાલ પણ માટીની જ છે. તળીએ પાણીનો કચરો અને ક્ષાર બેસી જાય છે. જેથી તે પાણીમાં આવતો નથી. પછી સમય મળે ત્યારે ટાંકો સાફ કરવામાં આવે છે. આ ટાંકામાંથી બીજા ટાંકામાં પણી ખેંચીને લઈ જવામાં આવે છે. જ્યાંથી ડ્રીપ ઈરીગેશન માટે પાણી લઈ જવામાં આવે છે. 💎 આ ટાંકામાંથી પછી ખેતરમાં ડ્રીપ સિંચાઈથી પાણી આપવામાં આવે છે. આ પાણીનું એક કિલોથી બે કિલો પ્રેસર આવે છે. જેનાથી 5.66 હેક્ટર જમીનમાં ડ્રીપ ઈરીગેશન થાય છે. 💎 કપાસ, મગફળી, દિવેલા જેવા પાકો તેઓ ઉગાડતાં હતા. પહેલાં તો તેમણે પડતર અને ઢોળાવ વાળી જમીન સમતળ કરી. પછી ડ્રીપ ઈરીગેશન અપનાવવાનું નક્કી કર્યું હતું. જેના દ્વારા દિવેલા અને મગફળીનું વાવેતર કરવા લાગ્યા હતા. ટપક પદ્ધતિ અપનાવવાથી નીંદામણનું ખર્ચ ઓછું થવા લાગ્યું હતું. ટપક પધ્ધતિથી રોગ જીવાત પણ ઓછી આવવા લાગી હતી. સારી ખેતી કરતાં હોવાથી આસપાસના ખેડૂતો તેમના ખેતરે આવે છે. ખેતીવાડી ખાતાએ તેમને એવોર્ડ પણ આપ્યો છે. 💎 પશુપાલન કરતાં હોવાથી ગોબરગેસ પ્લાંટનો ઉપયોગ કરીને ગેસ મેળવે છે અને તેમાંથી ખાતર પણ મેળવે છે. એરંડાનો મબલખ પાક ક્ષાર મુક્ત પાણીથી મેળવે છે. એરંડીનું ઉત્પાદન 4200 કિલો મેળવે છે. લગભગ 45 રૂપિયે કિલો એરંડા વેંચાય છે. 1.89 લાખની આવક થાય છે અને 47,000નું ખર્ચ બાદ કરતાં 1.42 લાખની આવક થાય છે. સંદર્ભ : khberchhe.com, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
5
અન્ય લેખો