જીરાનો રેકોર્ડબ્રેક ભાવ, ખેડૂતો ખુશ !
બજાર ભાવસંદેશ
જીરાનો રેકોર્ડબ્રેક ભાવ, ખેડૂતો ખુશ !
🔹 એપીએમસી ના ઇતિહાસમાં પ્રથમ વાર આ ભાવ બોલાયો 🔹એક બોરી જીરૂનો ભાવ રૂ.11,111 બોલાયો 🔹ગોંડલથી જીરૂ વેચવા આવ્યો હતો ખેડૂત 💰ઊંઝા માર્કેટ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 20 કિલો નો ભાવ 11,111 રૂપિયા બોલાયો છે. જેમાં ફક્ત એક જ બોરી માટે 11,111 ભાવ બોલાયો છે. તેમાં ઊંઝા એપીએમસી ના ઇતિહાસમાં પ્રથમ વાર આ ભાવ બોલાયો છે. તેમજ ગોંડલથી આવેલા ખેડૂતની ફકત એક જ બોરી ના ઊંચા ભાવ આવતા અચરજ ફેલાઇ છે. 💰ખેડૂત ગોંડલથી જીરૂ વેચવા આવ્યો હતો: ઉલ્લેખનિય છે કે ઊંઝા જીરા બજારમાં રેગ્રેયુલર ભાવ 3100 થી 3300 રૂપિયા હોય છે. તેમજ 2022નાં વર્ષમાં જીરાના પાકનો સિઝનનો નવો માલ આવતાં આ ભાવ બોલાયો છે. ઊંઝા APMCમાં જીરૂનો રેકોર્ડ બ્રેક ભાવ સામે આવતા ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જાગ્યો છે. જેમાં એક બોરી જીરૂનો ભાવ રૂ.11,111 બોલાયો છે. તેમાં ખેડૂત ગોંડલથી જીરૂ વેચવા આવ્યો હતો . 💰 ઉત્તર ગુજરાતમાં ઠંડી નુ પણ જોર ઘટ્યું: હવામાન વિભાગે રાજ્યમાં 20 જાન્યુઆરી થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં પલટા ની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તર ગુજરાતનાં મહેસાણા,પાટણ, બનાસકાંઠા ,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માં પણ થશે. આ પાંચેય જિલ્લા માં પણ 20 અને 21 જાન્યુઆરી એ વાદળછાયા વાતાવરણ સાથે માવઠા ની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પગલે ઉત્તર ગુજરાતમાં ઠંડી નુ પણ જોર ઘટયું હતું. છેલ્લા સપ્તાહ કરતા ૪ થી 5 ડિગ્રી લઘુતમ તાપમાન વધતા ઠંડી નું જોર ઘટયું છે ❄️ ખેડૂતો ને ખેતીવાડી વિભાગ દ્વારા સલાહ અપાઇ: મંગળવારે મહેસાણા ,પાટણ બનાસકાંઠા માં 11 ડિગ્રી તો સાબરકાંઠા અને અરવલ્લી માં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાનની આગાહી મુજબ પાટણ અને બનાસકાંઠા માં 20 જાન્યુઆરી જયારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી માં 21 જાન્યુઆરી એ માવઠુ થઇ શકે છે. હાલ ખેતરમાં પિયત અને ખાતર નાખવાનું ટાળવું જોઈએ અને દવાઓનો છંટકાવ કરવો જોઇએ. તથા આગાહી ને ધ્યાને રાખી અગમચેતીના પગલાં લેવા ખેડૂતો ને ખેતીવાડી વિભાગ દ્વારા સલાહ અપાઇ છે. સંદર્ભ : સંદેશ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
3
અન્ય લેખો