કૃષિ વાર્તાVTV ગુજરાતી
હાશકારો...! કૃષિ મંત્રી ની ખાસ જાહેરાત, હવે મળશે વધુ લાઈટ !
⚡ ખેડૂતોને સમયસર પાણી અને વીજળી ન મળી રહેતા ખેતીમાં નુકશાન વેઠવાનો વારો આવી રહ્યાની ફરિયાદ સાથે ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ખેડૂતોએ પ્રદર્શન કર્યુ હતુ. ત્યારે ખેડૂતોને મળતી વીજળીને લઈને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે કૃષિ મંત્રીનું મહત્વનું નિવેદન : ⚡ કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા ખેડૂતોને મળતી વીજળીને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી ખેડૂતોને 8 કલાક સતત વિના કાપે વીજળી મળી રહેશે. ઉર્જા મંત્રી સાથે મીટીંગ હતી જેમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે અને આજથી જ આ બાબતે અમલીકરણ કરવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને નર્મદા ના પાણીનો વધારે લાભ મળશે. નર્મદા કેનાલ માંથી સિંચાઈ માટે 31 માર્ચ સુધી પાણી મળશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય સરકારે 15 માર્ચ સુધી પાણી આપવાની જાહેરાત કરી હતી. સંદર્ભ : VTV ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
33
11
અન્ય લેખો