કૃષિ વાર્તાVTV ગુજરાતી
સરકારનો મોટો નિર્ણય ! પાક નુકસાન સહાય માં વધુ જિલ્લાઓનો થશે સમાવેશ !
સરકારનો મોટો નિર્ણય ! પાક નુકસાન સહાય માં વધુ જિલ્લાઓનો થશે સમાવેશ ! અતિવૃષ્ટિથી પાક નુકસાનીમાં વધુ 6 જિલ્લાઓનો ઉમેરો કરાયો, કૃષિમંત્રીએ તમામ જિલ્લા કલેક્ટર પાસેથી માગી વિગતો, હવે કુલ 17 જિલ્લાઓના ખેડૂતોને સહાય મળશે. અતિવૃષ્ટિથી પાક નુકસાનીમાં વધુ 6 જિલ્લાઓનો ઉમેરો કરી બનાસકાંઠા, ભરૂચ, કચ્છ, સાબરકાંઠા તેમજ ગીર સોમનાથ અને આણંદ જિલ્લાના ખેડૂતોને નુકસાની સહાય ચૂકવાની તૈયારી દર્શાવી છે. 4 જિલ્લામાં સહાયની ચુકવણી ચાલુ 7 જિલ્લામાં સર્વ પૂર્ણ સહાયની જાહેરાત બાકી 6 જિલ્લાનો ઉમેરો, સર્વે હાથ ધરવા આદેશ જામનગર અમદાવાદ બનાસકાંઠા રાજકોટ બોટાદ ભરૂચ જૂનાગઢ સુરેન્દ્રનગર કચ્છ પોરબંદર ભાવનગર સાબરકાંઠા છોટાઉદેપુર ગીર સોમનાથ પંચમહાલ આણંદ જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં સપ્ટેમ્બર-2021માં થયેલા ભારે વરસાદના કારણે જે પરિસ્થિતિ ઉદભવી હતી તેને ધ્યાને લઈને આ નુકશાનગ્રસ્ત વિસ્તારોના ગામોના ખેડૂતોને આ રાહત પેકેજનો લાભ મળશે.અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને 33% ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹13000 સહાય ચૂકવાશે. આ સહાયમાં એસડીઆરએફ ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ ₹ 6800 અપાશે. બાકીની તફાવતની હેક્ટર દીઠ ₹6200 મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે. જો જમીનધારકતા આધારે એસડીઆરએફના ધોરણો મુજબ ₹5 હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ ₹5 હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને ઉદારતમ ધોરણે સહાય આપવાનો અભિગમ અપનાવ્યો છે ત્યારે આવનારા સમયમાં 7 જિલ્લાના ખેડૂતોને પણ સહાયનો લાભ મળશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
156
68
અન્ય લેખો