ગુજરાતી ખેડૂતે કર્યા એવા આવિષ્કાર કે, દેશ-વિદેશમાં થઈ રહી છે ચર્ચા !
જુગાડએગ્રોસ્ટાર
ગુજરાતી ખેડૂતે કર્યા એવા આવિષ્કાર કે, દેશ-વિદેશમાં થઈ રહી છે ચર્ચા !
🤩ગુજરાતના અમરેલી જિલ્લાના મોટા દેવાલ્યા ગામમાં એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલ મનસુખભાઇ જગાની બહુ ભણેલા નથી. મનસુખભાઈએ વર્ષો સુધી હીરાની ફેક્ટરીમાં હીરા ઘસવાનું પણ કામ કર્યું. પરંતુ તેમનું ત્યાં મન લાગતું નહોંતું. તેઓ કઈંક અલગ જ કરવા ઇચ્છતા હતા. આ માટે ગામ પાછા આવી ગયા. હંમેશાંથી મશીન અને અન્ય ઉપકરણો સાથેના લગાવના કારણે મનસુખભાઈએ અહીં તેમનો એક નાનકડો વર્કશોપ શરૂ કર્યો અને સાથે-સાથે ખેતી પણ કરવા લાગ્યા. પોતાનું મગજ લગાવી તેઓ સસ્તામાં પડે તેવાં ઉપયોગી મશીન બનાવવા લાગ્યા, જેથી ખેડૂત ભાઇઓની મદદ થઈ શકે. પરંતુ તેઓ હંમેશાંથી કઈંક એવું બનાવવા ઇચ્છતા હતા જે એકદમ નવું હોય અને ઉપકરણ પણ અનોખુ હોય, સાથે-સાથે ખેતીમાં પણ ઉપયોગી નીવડી શકે. 🤩બુલેટ સાંટી :- આ એકદમ ટ્રેક્ટરની જેમજ કામ કરે છે. તેમણે એક એવું ‘સુપર હળ’ બનાવ્યું , જે ખોદણીથી લઈને વાવણીની સાથે-સાથે જમીનને સમથળ બનાવવામાં પણ કામ છે. મનસુખભાઈ જણાવે છે કે, તેમને લગભગ 5 વારના પ્રયત્ન બાદ સફળતા મળી. તેમનો આ આવિષ્કાર ખેડૂતો માટે ખૂબજ ઉપયોગી સાબિત થયો છે. ખેડૂતોને હવે મજૂરો કે બળદ વગેરે પર નિર્ભર રહેવું નથી પડતું, સાથે-સાથે ખેડકામથી લઈને વાવણી માટે ટ્રેક્ટરની જરૂર પણ નથી પડતી. તેઓ વધુમાં જણાવે છે, “બુલેટ સાંટીની મદદથી ખેડૂતો માત્ર અડધા કલાકમાં બે એકર જમીનને ખેડી શકે છે અને એ પણ માત્ર એક લીટર ડિઝલમાં જ કોઇપણ ખેતરનું નિંદણ અને વાવણીનું કામ પણ ઝડપથી થઈ શકે છે અને તેમાં ખર્ચ પણ બહુ ઓછો લાગે છે. જેમાં પ્રતિ હેક્ટર માત્ર 8 રૂપિયાનો જ ખર્ચ આવે છે. તમે તમારા બાઇકમાંથી જ આ બુલેટ સાંટી બનાવી શકો છો. આ કામમાં લાગે છે માત્ર ૩૦-૩૫ મિનિટ જ. તેના પાછળ ખર્ચ લાગે છે ૩૦-૪૦ હજાર રૂપિયા.” 🤩વર્ષ ૨૦૦૦ માં પ્રોફેસર અનિલ ગુપ્તાના સંગઠન, હની બી નેટવર્કને મનસુખભાઇવિશે ખબર પડી. તેમણે ગામમાં જઈને બુલેટ સાંટી જોયું અને તેનું નિરિક્ષણ કર્યું. આ હની બી નેટવર્કના પ્રયત્નથી જ મનસુખભાઈને તેમની બુલેટ સાંટીને એડવાન્સ લેવલ પર ડેવલપ કરવામાં મદદ મળી. તેમણે મનસુખભાઇના આ આવિષ્કાર માટે પેટન્ટ પણ ફાઇલ કરી અને આજે ભારત અને અમેરિકામાં આ ટેક્નોલૉજી પર તેમને પેટન્ટ મળેલ છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
1
અન્ય લેખો