જીરુમાં ક્યારેક લીલી ઈયળનું નુકસાન જોવા મળે, તો શું ઉપાય કરશો?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
જીરુમાં ક્યારેક લીલી ઈયળનું નુકસાન જોવા મળે, તો શું ઉપાય કરશો?
🐛જીરુંના પાકમાં થોડા સમય થી લીલી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે.જે પાકમાં ફુલ અવસ્થા પછી જોવા મળે છે.તો જાણીએ તેના નિયંત્રણ વિશે. 🐛મોલો અને થ્રીપ્સ ઉપરાંત ઈયળ પણ આ પાકને નુકસાન કરતી હોય છે. છેલ્લા ૪-૫ વર્ષોથી લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે. મોટેભાગે પાકમાં ફૂલ અવસ્થાએ લીલી ઈયળ નુકસાન કરતી હોય છે. જીરાના ખેતરની આજુબાજુ ચણા કે ટામેટા કર્યા હશે તો આ ઈયળ આવવાની શક્યતા વધી જતી હોય છે. ક્યાંક ક્યાંક જો ઈયળ દેખાતી હોય તો કોઈ પણ લીમડા આધારિત મળતી તૈયાર દવા (૧૦૦૦૦ પીપીએમ – ૧% ઈસી દવા ૧૦ મિલી પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે) અથવા અમેઝ-એકસ (ઈમામેક્ટીન બેન્ઝોએટ ૫% SG) @ ૧૦ ગ્રામનો છંટકાવ કરી દેવો. મોટી ઈયળો હાથથી વીણી લઇ નાશ કરવી. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
6
0
અન્ય લેખો