સોયબીનના નાના છોડવાને નુકસાન કરતા ચાંચવા અને ઢાલિયા કિટકો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
સોયબીનના નાના છોડવાને નુકસાન કરતા ચાંચવા અને ઢાલિયા કિટકો
આ જીવાતો એવા ખેતરમાં વધારે જોવા મળશે કે જે ખેતરના શેઢા-પાળા પર અને ખેતરમાં ઉગતા નિંદામણની પૂરતી કાળજી ન રાખી હોય. કરમની કઠણાઇ એ છે કે ચાંચવાની તેની ઇયળ અવસ્થાએ જમીનમાં રહી વિકસતા મૂળને અને તેના પુખ્ત કિટકો ઉગતા છોડના પાન પર કાણાં પાડીને તેમ જ પાનની કિનારીઓને નુકસાન કરે છે. જ્યારે વિવિધ રંગના ઢાલિયા પાનની સપાટીને કોતરીને નુકસાન કરતા હોય છે. આવા ચાંચવા ને ઢાલિયાનો ઉપદ્રવ વધારે પડતો જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિલિ અથવા ક્વિનાલફોસ ૨૫ ઈસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર ઇન્ડિયા આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
11
1
અન્ય લેખો