મધમાખીને બચાવવા માટે દવાઓના છંટકાવ દિવસના કયા સમયે કરશો?
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
મધમાખીને બચાવવા માટે દવાઓના છંટકાવ દિવસના કયા સમયે કરશો?
🐝 કુદરતમાં મધમાખી વિવિધ પાકોમાં પરાગનયનની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. આ મધમાખીઓ મોટેભાગે સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધી ખેતરમાં પરાગરજ અને મધુરસ લેવા માટે આવતી હોય છે અને સાથે સાથે પરાગનયન પણ કરતી હોય છે. આવા સમયે જો દવાનો છંટકાવ ચાલુ રાખવામાં આવે તો દવાઓથી મધમાખી ઉપર ખૂબ ખરાબ અસર પડતી હોય છે અને મરી પણ જાય. જો આપણે મધમાખીને બચાવવી હોય તો આ સમય દવાનો છંટકાવ ટાળવો જોઇએ. જો આપણે આ ન કરી શકતા હોય તો દવા છાંટતી વખતે ખેતરમાં મધમાખીની આવન-જાવન વધારે દેખાતી હોય તો એ સમય પુરતો દવાનો છંટકાવ તો અટકાવી શકીએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
4
અન્ય લેખો