ખેડૂતેને મધમાખીએ કર્યા માલામાલ, વર્ષે મેળવે છે લાખોની આવક
નઈ ખેતી નયા કિસાનએગ્રોસ્ટાર
ખેડૂતેને મધમાખીએ કર્યા માલામાલ, વર્ષે મેળવે છે લાખોની આવક
👉બનાસકાંઠા જિલ્લા પર પછાત પણાનું ટેગ લાગેલું છે.પરંતુ આ પછાત માનવામાં આવતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો તેમનામાં રહેલી કોઠા સૂજ તેમને અન્ય જિલ્લાના ખેડૂતોથી અલગ તારવી રહી છે.અહી વાત છે ડીસા તાલુકામાં આવેલા શેરપુરા ગામના પ્રકાશભાઈ જાટની. 👉તેમણે પોતાની સવા એકર જમીન પર ચીલાચાલુ ખેતી કરવાના બદલે અત્યારે મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે અને વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે.એશિયાની પ્રથમ નંબરની ડેરી એવી બનાસ ડેરીના સહયોગથી તેમને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું હતું. બાદ પ્રકાશભાઇએ બનાસ ડેરીનો સંપર્ક કર્યો અને બનાસ ડેરીમાં મધમાખી ઉછેર કેન્દ્ર માટે સાત દિવસની તાલીમ લીધી. 👉૩૫૦૦૦ કિલો મધનું ઉત્પાદન કરે - પ્રથમવાર વર્ષ૨૦૧૭ માં તેમને પોતાના ખેતરમાં મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું. શરૂઆતમાં પ્રકાશભાઇએ તેમના ખેતરમાં માત્ર ૧૦ બોક્સલગાવ્યા હતા.અને ત્યારબાદ બીજા વર્ષે ૨૦૧૮માં આ બોક્સની સંખ્યા100 કરી દીધી.અને વર્ષે એક લાખ રૂપિયાના મધની આવક કરવા માંડ્યા.બસ ત્યારથી જ પ્રકાશભાઈને મધમાખી ઉછેર કેન્દ્રનો વ્યવસાય ફાવી ગયો અને ત્યારબાદ તો પ્રકાશભાઈ વર્ષે વર્ષે તેમના ખેતરમાં મધમાખીના બોક્સ વધારવા માંડ્યા અને અત્યારે તેમના ખેતરમાં મધમાખીના ૯૦૦ બોક્સ લગાવેલા છે અને તેના દ્વારા વર્ષે ૩૫૦૦૦ કિલો મધનું ઉત્પાદન કરી રહ્યા છે. પ્રકાશભાઈને આશા છે કે આગામી વર્ષમાં તેઓ વર્ષે આ ઉત્પાદન વધારીને ૪૫ હજાર કિલો સુધી પહોંચાડી દેશે. 👉૧૦ થી વધુ ખેડૂતોએ માર્ગદર્શન લઈ મધમાખી કેન્દ્ર શરૂ કર્યા - જમીન છે માત્ર સવા એકર અને આવક લાખ્ખો રૂપિયાની.અન્ય ખેડૂતો પણ તેમના આ વ્યવસાયથી પ્રભાવિત થયા છે. પ્રકાશભાઈના ખેતરમાં તૈયાર કરવામાં આવેલા મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લેવા માટે દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે અને પ્રકાશભાઈના મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લઈ ૧૦ ખેડૂતોએ પણ પોતાના ખેતરમાં મધમાખી કેન્દ્ર શરૂ કર્યા છે અને સારી એવી આવક મેકવી રહ્યા રહ્યા છે. 👉અત્યાર સુધી ૨૬૦ મેટ્રિક ટન જેટલું મધ એકત્રિત થયું- મધમાખી ઉછેર કેન્દ્રના માધ્યમથી લાખોની કમાણી કરી રહેલા પ્રકાશભાઈથી પ્રભાવિત થઈને અન્ય ખેડૂતો પણ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા પ્રેરાઈ રહ્યા છે. જિલ્લાના પ્રકાશભાઈ જાટ જે રીતે પોતાની નાનકડી જમીનનો સદુપયોગ કરીને વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે. પછાત બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની નિશાની છે.અને આવા પ્રગતિશીલ ખેડૂતોના ઉત્કર્ષ માટે બનાસડેરી પણ ઉમદા પ્લેટ ફોર્મ પૂરું પાડી રહી છે.અત્યાર સુધી ૨૬૦ મેટ્રિક ટન જેટલું મધ એકત્રિત થયું.જેમાં અનેક પ્રકાર ના મધ જેમાં મસ્ટરાજ, સુવા, અજવાઇન, તલ, વરિયાળી, જેવા અલગ મધ એકત્રિત કર્યા. આ મધ અમૂલના બ્રાન્ડમાં તેમજ બનાસના પેકિંગમાં પણ થાય છે.બનાસડેરીના માર્ગદર્શનથી મધમાખી ઉછેર કેન્દ્રથી અન્ય ખેડૂતો પણ હાલ લાખો રૂપિયાનું કમાણી કરી રહ્યા છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
19
1
અન્ય લેખો