ડાંગરનાં ચૂસિયાં જીવાતનું સંકલિત નિયંત્રણ !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગરનાં ચૂસિયાં જીવાતનું સંકલિત નિયંત્રણ !!
🌾ડાંગરમાં મુખ્યત્વે પાનનાં લીલા અને થડના ચૂસીયાં (બદામી અને સફેદ પીઠાવાળા) ઉપદ્રવ વધારે જોવા મળે છે. પાકની ફૂટ અવસ્થાએ આ જીવાત વધારે સક્રિય રહેતી હોય છે. આ જીવાત રસ ચૂસીને નુકસાન કરે છે, થડના ચૂસિયાંની વસ્તી વધારે રહે છે. પાન પીળા પડી બદામી કે ભૂખરા થઇ સુકાઈ જાય છે. પાક બળી (હોપર બર્ન) ગયો હોય તેવું દેખાય અને રોગ કુંડાળા રુપે આગળ વધે. ઉપદ્રવિત ક્યારીમાં કંટીમાં દાણા પોચા રહે કે ભરાતા નથી. વિષાણૂંજન્ય રોગ ‘ટુંગરો’અને “ગ્રાસી સ્ટન્ટ”નો ફેલાવો કરે છે. 👉🏻તાપમાન અને ભેજનો વધારો થતા જીવાત પણ વધતી હોય છે. જૂલાઈનાં પ્રથમ પખવાડીયામાં કરેલ રોપણીમાં આનો ઉપદ્રવ ઓછો રહે છે. નાઈટ્રોજન્યુક્ત ખતરો ભલામણ પ્રમાણે ત્રણ હપ્તામાં આપવા. વધુ ઉપદ્રવ હોય તો ક્યારીમાંથી પાણી નીતરી પછી એકાદ અઠવાડિયે ભરવું. 👉🏻ઉપદ્રવની શરૂઆતે લીમડાનું તેલ ૫૦ મિલી અથવા લીમડા આધારિત મળતી તૈયાર દવાઓ ૧૦ મિલી (૧% ઇસી) થી ૪૦ મિલી (૦.૧૫% ઇસી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવા. બાયોપેસ્ટીસાઈડ જેવીકે બ્યુવેરીયા બેઝીઆના અથવા મેટારહિઝમ એનીસોપ્લી, ફૂગ આધારિત દવા ૧.૧૫ ડબલ્યુપી ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉🏻ક્યારીના શેઢા-પાળા નિંદામણમૂક્ત રાખવા. ધરુવાડિયાથી જ એકાદ પ્રકાશ પિંજર ગોઠવી દેવું. નોઝલ થડ નજીક રાખીને દવાઓનો છંટકાવ કરવો. ક્યારીમાં પાણી નિતારી દાણાદાર દવા ફિપ્રોનીલ ૦.૬ જીઆર ૧૦ કિ.ગ્રા. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૦.૪ જીઆર ૧૦ કી.ગ્રા. પ્રતિ હેક્ટરે આપવી. દાણાદાર દવા આપવાનું શક્ય ન હોય તો ઇમિડાક્લોપ્રિડ ૭૦ ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ઇથોપ્રોલ ૪૦% + ઇમિડાક્લોપ્રિડ ૪૦% ડબલ્યુજી ૩ ગ્રામ અથવા ફિપ્રોનીલ ૪% + થાયામેથોક્ષામ ૪% એસસી ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. મીરીડ બગ્સ અને કરોળિયા આ જીવાતના પરભક્ષીઓ છે, તેમને સાચવવા. દરેક છંટકાવ વખતે દવા અવશ્ય બદલવી. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.🌾
5
4
અન્ય લેખો