AgroStar
ગુજરાતના ખેડૂતોના 56 પ્રશ્નોનું સરકાર સામે રજૂઆત !!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ગુજરાતના ખેડૂતોના 56 પ્રશ્નોનું સરકાર સામે રજૂઆત !!
👨🏼‍🌾 ખેડૂતોના કેટલાક 56 જેટલા પ્રશ્નોની ચર્ચા કરી સરકાર સામે સજૂઆત કરવામાં આવી હતી. જેમાં જમીન રિ-સર્વે, વીજળી, સિંચાઇ, જમીનના બોજા સહિતની નાની-મોટી બાબતોની રજૂઆત કરવામાં આવી હતી અને 10 દિવસમાં સમસ્યાનો અંત લાવાની દિશામાં કાર્યવાહી કરવા માંગ ઉઠાવવામાં આવી છે. આ મામલે મંત્રી દ્વારા અધિકારીઓને સાથે રાખીને હકારાત્મક રિવ્યૂ આપવામાં આવ્યા હતા. સરકાર પણ આ સમસ્યાના નિરાકરણ તરફ આગળ વધી રહ્યા છે અને આગામી સમયમાં મહેસુલ મંત્રી એમના લેવલે ઠરાવ મૂકશે. આ ઉપરાંત જ્યારે પણ જરૂર પડે ત્યારે મહેસૂલ મંત્રીએ બેઠક અંગેની તૈયારી દર્શાવી છે. 👨🏼‍🌾 વિગત અનુસાર બેઠકમાં રી-સર્વેનો મુદ્દો પણ ગાજ્યો હતો અને એક પણ ખેડૂતને અન્યાય નહી થાય તે અંગે ઉચ્ચકક્ષાએથી બાહેંધરી આપવામાં આવી હતી. એટલું જ નહીં વીજળીની સમસ્યાને પગલે ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. 📢 હવે જોવાનું એ રહ્યું જે કિસાન સંગ દ્વારા મુકવામાં આવેલ ખેડૂતોના 56 પ્રશ્નોનું કેટલું ઝડપી યોગ્ય નીરાકરણ કરવાંમાં આવશે તે જોવાનું રહ્યું. સંદર્ભ : એગ્રોસ્ટાર, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
4
અન્ય લેખો