ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
વૈજ્ઞાનિક સલાહ થી કરો જીવાણું થી થતા ટપકાંના રોગનું નિયંત્રણ.
🍅ટામેટાનું વાવેતર કેરતા ખેડૂતભાઈઓને પાકમાં અત્યારે ટપકા પડવાનો પ્રશ્ન જોવા મળતો હશે.તો આજે આપણે ટામેટાના પાકમાં જીવાણું થી થતા ટપકાનો રોગ અને તેનું નિયંત્રણ વિશે વાત કરીશું.
Image-1 &2
🍅આ રોગ છોડમાં પાન,દાંડી અને ફળ પર હુમલો કરે છે.શરૂઆતમાં વિકસેલા છોડના પાન ઉપર નાના પીડાથી-લીલા વિકૃત ટપકાં જોવા મળે છે.
image-3&4
🍅આ ટપકા જુના પાન પર સમય જતા ખુણીયા આકારના થઈ જાય છે .જે સૌ પ્રથમ ઘેરા લીલા રંગના અને પાણી પોચા જોવા મળે છે.ઘણી વખત આ ટપકા પીળાશ પડતા રંગથી ઘેરાયેલા પાનની કિનારી પર જોવા મળે છે.
Image-5&6
🍅આ ટપકા અનુકુળ પરિસ્થિતિ માં મોટા થાય છે અને કથ્થઈ થી લાલ-સોનેરી રંગમાં ફેરવાય જાય છે.
છેવટે ટપકા નો મધ્ય ભાગ સુકાઈ ને ખરી પડવાથી પાન પર કાણા પડે છે.
image-7&8
🍅આ ટપકાં ઉપદ્રવ વધતા ફળ પર પણ જોવા મળે છે જે લીલાશ પડતા પાણી પોચા હોય છે જે આખરે ખરબચડા અને કથ્થઈ રંગમાં ફેરવાય છે.આ રોગને શરૂઆતથી જ નિયંત્રણ કરવામાં ના આવે તો પાછળથી તેનું નિયંત્રણ કરવું ખુબ જ મુશ્કેલ બને છે અને ઉત્પાદનમાં પણ માઠી અસર જોવા મળે છે.
🍅હવે વાત કરીયે તેના રાસાયણિક નિયંત્રણ વિશે તો પ્રથમ છંટકાવમાં કુપર-૧ (કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦% WG) @ ૪૫ ગ્રામ અથવા રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન ૧૧ % + ટેબુકોનાઝોલ ૧૮.૩ % SC) @ ૨૫ મિલી અને સાથે કાસુ-બી @ (કાસુગામાસીન 3% SL) @ ૪૦ મિલી/૧૫ લીટર પાણી માં મિક્સ કરીને છંટકાવ કરવો.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.