વરિયાળીમાં નુકસાન કરતી મોલો મસી ને અટકાવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
વરિયાળીમાં નુકસાન કરતી મોલો મસી ને અટકાવો !
🍃 આ જીવાત છોડ ઉપર રહી રસ ચૂંસીને નુકસાન કરતી હોય છે. દાણા ભરાવાની અવસ્થાએ આ જીવાતનો ઉપદ્રવ હોય અને જો કોઇ રાસાયણિક દવાનો છંટકાવ કરવામાં આવે તો દવાના રહી જતા અવશેષોને કારણે સ્વાસ્થ્ય ઉપર અવળી અસર પડતી હોય છે અને સાથે સાથે જો અન્ય દેશમાં નિકાસ કરવાનો આશય હોય તો તે પણ બર આવતો નથી. 🍃 આ અવસ્થાએ જો મોલોનો ઉપદ્રવ દેખાય તો બાયોપેસ્ટીસાઇડ જેવી કે લેકાનીસિનિયમ લેકાની ૧.૧૫% વેપા ૭૫-૮૦ ગ્રામ અથવા મેટારહીઝમ એનિસોપ્લી ૧.૧૫% ડબલ્યુપી ફૂગ આધારિત દવાનો પાવડર ૭૫-૮૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
7
5
અન્ય લેખો