ફેબ્રુઆરીમાં વાવો આ 5 નફાકારક પાક !
સલાહકાર વિડિઓTV 9 ગુજરાતી
ફેબ્રુઆરીમાં વાવો આ 5 નફાકારક પાક !
જાન્યુઆરી મહિનો પૂરો થવાનો છે અને ફેબ્રુઆરી આવી રહ્યો છે, જે તમારા ખેતરમાં કે બગીચામાં અનેક શાકભાજીના પાક ઉગાડવા માટે શ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે. ઘણી વખત તમે વિચારો છો કે શું વાવવું જોઈએ અને શું નહીં, જેથી સારો ફાયદો મળી શકે. 1️⃣ તુરીયાનો પાક: તુરીયા અથવા તોરઈ તરીકે પણ ઓળખાય છે, આ શાકભાજી ભારતના લગભગ તમામ રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. તુરીયાના સૂકા બીજમાંથી પણ તેલ કાઢી શકાય છે. આ સિવાય ફળમાં પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે તે ઘણા સ્વાસ્થ્ય લાભો માટે પણ જાણીતું છે. તુરીયાની ખેતી માટે ગરમ અને ભેજવાળી આબોહવા જરૂરી છે અને ફળદ્રુપ તમામ પ્રકારની જમીનમાં વાવણી કરી શકાય છે. તુરીયાની ખેતી શરૂ કરવા માટે ફેબ્રુઆરી એ શ્રેષ્ઠ મહિનો છે, ત્યારે તુરીયાની બજારમાં ખૂબ માગ પણ રહેતી હોય છે. 2️⃣ મરચાનો પાક: મરચાની ખેતી ખરીફ અને રવિ પાક તરીકે ઉગાડી શકાય છે. તેમજ તે ગમે ત્યારે લગાવી શકાય છે. ખરીફ પાક તરીકે જો વાવેતરની વાત કરીએ તો તેના માટે મેથી જૂન મહિનાનો સમય સારો છે, જ્યારે રવિ પાક માટે સપ્ટેમ્બરથી ઓક્ટોબર છે અને જો તમે તેને ઉનાળુ પાક તરીકે રોપશો તો જાન્યુઆરી અને ફેબ્રુઆરી સારા છે. 3️⃣ કારેલાનો પાક: બજારમાં ઘણી માગની સાથે કારેલા ઘણા રોગો માટે ફાયદાકારક છે. ખેડૂતો આમાંથી ઘણી કમાણી કરી શકે છે. કારેલાની ખેતી સમગ્ર ભારતમાં અનેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. સારી નિતારણ શક્તિ ધરાવતી ચીકણી જમીન તેના સારા વિકાસ અને ઉત્પાદન માટે યોગ્ય માનવામાં આવે છે. 4️⃣ દુધીનો પાક: દુધીની ખેતી પહાડી વિસ્તારોથી લઈ મેદાની વિસ્તારો સુધી કરવામાં આવે છે. તેની ખેતી માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ જરૂરી છે. સીધી વાવણી માટે બીજને વાવણી પહેલા 24 કલાક પાણીમાં પલાળી રાખો. તેથી બીજ અંકુરણની પ્રક્રિયા ઝડપી બને છે. આ પ્રક્રિયા પછી બીજ ખેતરમાં વાવણી માટે તૈયાર છે. 5️⃣ ભીંડાનો પાક: ભીંડી અથવા ‘લેડી ફિંગર’ અથવા ‘ભીંડો’ એ ભારતમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતી અને આરોગ્યપ્રદ શાકભાજી છે. આ સિવાય આ એક એવી શાકભાજી છે જે દેશના લગભગ દરેક ભાગમાં ઉગાડી શકાય છે. ભીંડાની ખેતી માટે વાવણીની ત્રણ મુખ્ય ઋતુઓ ફેબ્રુઆરી-એપ્રિલ, જૂન-જુલાઈ અને ઓક્ટોબર-નવેમ્બર છે. હાલમાં ભીંડાની ઘણી સારી જાતો છે, જે ખેડૂતોને સારી ઉપજ આપે છે. સંદર્ભ : TV 9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
52
9
અન્ય લેખો