સૂર્યપ્રકાશથી ચાર્જ થશે તમારો સ્માર્ટફોન અને લેપટોપ
ઓટોમોબાઈલ એગ્રોસ્ટાર
સૂર્યપ્રકાશથી ચાર્જ થશે તમારો સ્માર્ટફોન અને લેપટોપ
📱ડેક્સપોલ નામની કંપનીએ સોલાર પાવર બેંક માટે કિકસ્ટાર્ટર અભિયાનની શરૂઆત કરી છે. આમા 65W USB-C ચાર્જિંગ સપોર્ટ મળે છે. આ એક સોલાર બેટરી છે, જે સૂર્યપ્રકાશથી તમારા ડિવાઈસને સંપૂર્ણપણે ચાર્જ કરશે. ડેક્સપોલ સોલર પાવર બેંકમાં 24,000mAh બેટરી મળે છે અને ત્રણ ઈનપુટ ઉપલબ્ધ છે. આ ૨૪ ટકા કન્વરઝન વાળું ફોલ્ડટેબલ ડિવાઈસ છે. આની સોલર પ્લેટની મદદથી ડિવાઈસ ૫ કલાકમાં ફુલ ચાર્જ થઈ જશે. ડેક્સપોલ સોલર પાવર બેંક સ્પોર્ટી ડિઝાઈનને સ્પોર્ટ કરે છે. 📱ડેક્સપોલ સોલાર પાવરની વિશેષતાઓ - ડેક્સપોલ સોલર પાવર બેંકમાં ચાર સોલાર પેનલ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આમા વોલ સોકેટની સુવિધા પણ છે, જેના દ્વારા તમે લગભગ ૨ કલાકમાં ડિવાઈસને સંપૂર્ણપણે ચાર્જ કરી શકો છો. ડિવાઈસમાં એક LED ડિસ્પ્લે મળે છે, જે ચાર્જિંગ ટકાવારી દર્શાવે છે. કંપની પ્રમાણે આ પાવર બેંક આઈ-ફોન 14 પ્રો-મેક્સને ચાર વખત અથવા આઈ-પેડ પ્રોને બે વખત ચાર્જ કરી શકે છે. 65W USB-C પોર્ટ સાથે બે USB-A પોર્ટ પણ ઉપલબ્ધ છે. આ ડિવાઈસ ખુબ જ હલકું પણ છે, તેનું વજન ૧.૨ કિલો જેટલું છે અને આ ડિવાઈસ પાણીમાં પણ ખરાબ થતું નથી. 📱કિકસ્ટાર્ટર અભિયાન હેઠળ ડેક્સપોલ સોલર પાવર બેંક પર ૪૧ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેની કિંમત લગભગ ૧૧,૮૭૧ રૂપિયાની આસપાસ છે. ડેક્સપોલ કહે છે કે પાવર બેંક તમામ USB ડિવાઈસ સાથે સુસંગત છે અને તેનો ઉપયોગ ઘરની અંદર અને બહાર બંને રીતે કરી શકાય છે. ડિવાઈસ પર એક વર્ષની વોરન્ટી પણ આપાવામાં આવે છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
15
0
અન્ય લેખો